<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જામનગરના ગુલાબનગર વિસ્તારમા હત્યા કરાયેલા હાલતમાં અજાણ્યા યુવાનની અધૅનગ્ન લાશ મળતા ખળભળાટ

ત્રણ શખ્સોએ હત્યા કરીને લાશને ગુલાબનગર બ્રિજ નીચે ફેંકી દીધી : એક આરોપીની ધરપકડ અન્યની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી હત્યા કરાયેલા હાલતમાં અજાણ્યા યુવાનની અધૅનગ્ન હાલતમાં લાશ મળતા ખળભળાટ મચી ગયો છે.

        પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં યુવકની હત્યા કરીને લાશ  ગુલાબનગર બ્રિજ નીચે ફેકી દીધી હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

      આ દરમિયાન પોલીસે પૂછપરછ કરતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અન્ય આરોપીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

   ત્રણ ઈસમોએ મર્ડર કર્યું હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(2:10 PM IST)