<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ઓપરેશનની સિંદૂરને બિરદાવવા મોરબીમાં કાલે ગુરુવારે તિરંગા યાત્રા યોજાશે.

સરદાર પટેલના સ્ટેચ્યુથી બાઈકમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સહિત નાગરિકો યાત્રામાં જોડાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા નિર્દોષ પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઓપરેશન સિંદૂર હેઠળ આપણી સેના દ્વારા બદલો લેવામાં આવ્યો હતો. આ ઓપરેશનના લીધે પાકિસ્તાનના આંતકવાદી અને સંરક્ષણ કેન્દ્રોને ભારી નુકસાન થયેલ છે.આપણા સશસ્ત્ર દળો અને વડાપ્રધાનના દ્રઢ નેતૃત્વના સન્માન માટે મોરબીમાં કાલે ગુરુવારે તિરંગા યાત્રા યોજવામાં આવશે.


આ તિરંગા યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ ખાતે સવારે ૮:૪૫ કલાકે બધા એકત્ર થશે. ૯ વાગ્યે યાત્રા શરૂ થશે. જે રામ ચોક, જુના બસ સ્ટેન્ડ, નગર દરવાજા, મહાનગરપાલીકા, બાપા સીતારામ ચોક થઈ નવા બસ સ્ટેન્ડએ પૂર્ણ થશે. આ બાઈક રેલી હોવાથી પોતાનું બાઈક કે મોટરસાયકલ લઈને આવવાનું રહેશે. આ તિરંગા યાત્રામાં વધુમાં વધુ મોરબીવાસીઓ જોડાય તેવી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

(8:13 PM IST)