<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

સૈન્યનો ઉત્સાહ વધારવા માટે થઈને ભાવનગરના નાગરિકો દ્વારા ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ

કેન્દ્રીય રાજ્ય મંત્રી, ધરાસભ્યઓ, કલેક્ટર અને કમિશ્નર સહિત દેશપ્રેમી નાગરિકો તિરંગા યાત્રામાં ઉમટી પડ્યા

( વિપુલ હિરાણી દ્વારા : ભાવનગર : પહેલગામની જઘન્ય આતંકવાદી ઘટના બાદ ભાવનગરના નાગરિકોની રાષ્ટ્રભક્તિ ચરમ પર છે ત્યારે ભાવનગરની રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા તારીખ ૧૪-૦૫-૨૦૨૫ અને બુધવારના રોજ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પશ્ચિમના ધારાસભ્ય  જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય  સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ અને સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કલેક્ટર અને કમિશ્નર તેમજ ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને પક્ષના હોદ્દેદારો તેમજ ભાવનગરની વિવિધ વ્યાપારિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, મંડળો તેમજ સર્વસમાજના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ તેમજ ભાવનગર મહાનગરના દેશપ્રેમી નાગરિકો વિશાળ સંખ્યામાં મોતીબાગ ટાઉનહોલ ખાતે ઉમટી પડ્યા હતા. દેશ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના સાથે હાથમાં તિરંગો, પગમાં જોમ અને વાણીમાં દેશભક્તિના સુત્રોચારો સાથે ભાવેણાવાસીઓ મોતીબાગ ટાઉનહોલથી રૂપમ ચોક, ખારગેટ, મામાકોઠા રોડ થઈને હલુરિયા ચોકના 'શહીદ સ્મારક' સુધીની આ મહા તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતાં, અને દેશની રક્ષા કરતા, દેશના સીમાડાઓ સાચવતા, આપણા વીર જવાનોના ઉત્સાહમાં વધારો કરવાનો સૌએ સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો.

(10:12 PM IST)