<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

આતંકવાદ અને પ્રવાસન સાથે નહીં : કચ્છના ટુર ઓપરેટરોએ અઝરબૈજાન, તુર્કી અને ચીનની ટુરનો બહિષ્કાર કર્યો

પાકિસ્તાનને સમર્થન આપનારા દેશો સામે કચ્છના ટુર ઓપરેટરોનો આક્રોશ : પ્રવાસીઓને પણ બહિષ્કાર કરી દેશપ્રેમ દર્શાવવા અપીલ

વિનોદ ગાલા દ્વારા, ભુજ : પાકિસ્તાન સાથેના યુદ્ધના મંડાણ અને ત્યારબાદ સીઝ ફાયરની સ્થિતિ વચ્ચે દેશમાં પાકિસ્તાનને સમર્થન આપનારા દેશો સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આક્રોશનો પડઘો કચ્છમાં પણ પડ્યો છે. કચ્છના ટુર ઓપરેટરોએ અઝરબૈજાન, તુર્કી અને ચીનના પ્રવાસનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને લોકોને પણ આ દેશોની ટૂરમાં જોડાવાનું ટાળીને દુશ્મન દેશને સમર્થન કરનારા આ ત્રણેય દેશો સામે પોતાનો દેશપ્રેમ દર્શાવવા અપીલ કરી છે.
કચ્છના ટુર ઓપરેટરોનું માનવું છે કે આતંકવાદ અને પ્રવાસન એકસાથે ચાલી શકે નહીં. તેમણે તમામ ભારતીયોને એક થઈને પાકિસ્તાન અને તેને પ્રેરિત આતંકવાદને પ્રોત્સાહિત કરનારા આ ત્રણેય દેશોનો બહિષ્કાર કરવા આહ્વાન કર્યું છે. તેમનું કહેવું છે કે દુનિયામાં ફરવા માટે ઘણા અન્ય સુંદર સ્થળો ઉપલબ્ધ છે.

(10:14 PM IST)