News of Wednesday, 14th May 2025
જામનગર LCBની બે દરોડામાં કાર્યવાહી : ₹71,500ના દારૂ અને મુદ્દામાલ સાથે બે ઝડપાયા
ખેતીવાડી અને અંધાશ્રમ આવાસ કોલોનીમાં દરોડા : 103 બોટલ ઈંગ્લિશ દારૂ, મોબાઈલ અને મોટરસાયકલ જપ્ત

જામનગર: જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં દારૂની રેઈડ કરીને ₹71,500ની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને પોલીસ અધિક્ષક જામનગરની સૂચના અનુસાર, જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવા માટે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે, એલસીબી સ્ટાફે ખેતીવાડી ભીલવાસમાં સ્મશાન પાછળની ગલીમાંથી ગૌતમ ઉર્ફે ભુરો મંગાભાઈ સુરડીયા નામના આરોપીને નંબર વગરના એક્ટિવા મોટરસાયકલ પરથી 67 ચપલા ઈંગ્લિશ દારૂ, એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ ₹46,700ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ અંગે પો.કોન્સ. રૂષીરાજસિંહ વાળાએ ફરિયાદ નોંધાવતા પ્રોહીબીશન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. દારૂ સપ્લાય કરનાર ગૌતમ ફફલને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
બીજા દરોડામાં, એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે અંધાશ્રમ આવાસ કોલોનીના બ્લોક નંબર 17ના રૂમ નંબર 12માંથી દિલીપભાઈ મંગાભાઈ સુરડીયા નામના આરોપીને 36 બોટલ ઈંગ્લિશ દારૂ અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹24,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે પો.કોન્સ. મયુરસિંહ પરમારે ફરિયાદ નોંધાવતા એએસઆઈ દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. મકાન માલિક વિજય યાદવ તથા દારૂ સપ્લાય કરનાર ગૌતમ ફફલને પકડવા માટે તપાસ ચાલી રહી છે.
આ કાર્યવાહી પો.ઈન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. પી.એન.મોરી, પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
