News of Thursday, 15th May 2025
બીજેએસ મહિલા પાંખ ભુજ દ્વારા મધર્સ ડે નિમિત્તે માતૃત્વના સુંદર સંદેશ, શાયરી સાથે રીલ સ્પર્ધા યોજાઈ
"મા"ના સન્માન માટે ,આદર માટે અને મા ને યાદ આપવા કે "હા અમે તને પ્રેમ કરીએ છીએ..."ભલે કોઈ એક દિવસ નથી હોતો માં ને પ્રેમ કરવાનો.... પણ એ સ્પેશ્યલ-ડે ના "મા"ને મહેસુસ કરાવાનું હોય છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ભારતીય જૈન સંગઠના ભુજની લેડીસ વિગ તરફથી મધર્સ ડે નિમિત્તે માતૃત્વ નો સુંદર સંદેશ, શાયરી સાથે રીલ સ્પર્ધા રાખવામાં આવેલ હતી.
પ્રમુખ ગીતા પારેખે જાહેરાત કરેલ કે આપણા ગ્રુપમાં પારિવારિક પ્રોગ્રામ પણ લઈશું તો એ અંતર્ગત પરિવારમાં એમ કહેવાય કે પરિવારની ધરી હોય ને તો એ માં છે તો જ્યારે માં નો day યાની કે મધર્સ ડે ૧૧ મે ના આવે છે ..
માં ના સન્માન માટે ,આદર માટે અને મા ને યાદ આપવા કે હા અમે તને પ્રેમ કરીએ છીએ,ભલે કોઈ એક દિવસ નથી હોતો માં ને પ્રેમ કરવાનો પણ.. એ સ્પેશ્યલ ડે ના માં ને મહેસુસ કરાવાનું હોય છે કે આપણા જીવન માં એ કેટલી સ્પેશિયલ છે.. તેથી
મધર્સ ડે નિમીતે રીલ સ્પર્ધા નું આયોજન કરાયું હતું..
જેમાં મા સાથે યા બાળકો સાથે એક રીલ બનાવવાની હતી એમાં માંને એક પ્રેમ નો સંદેશ, શાયરી યા સોંગ ની રીલ હરિફાઈ રાખવામાં આવેલ હતી.
જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો હતો
એમાં ટોપ ફાઈવ રીલમાં ચાંદની વોરા ,સોનાલી મહેતા, જુલી શાહ, સોનુ કોઠારી અને રોશની શાહ ની રીલ પસંદગી પામેલ.
આ સ્પર્ધા માં ભાગ લેનાર બધા જ સ્પર્ધકોને ભારતીય જૈન સંગઠના લેડીઝ વિગ ભુજ તરફથી પુરસ્કાર આપવામાં આવશે એમ પ્રમુખ ગીતા પારેખ દ્વારા જાહેર કરવામાં આવેલ આ પ્રોજેક્ટના ચેરમેન તરીકે કાજલ ગાંધી અને પ્રીતિ શેઠે સેવા આપેલ
રીલ ના નિર્ણાયક તરીકે જાણીતા કોરિયોગ્રાફર વૈશાલી જેઠી રહ્યા હતા.
મહામંત્રી ફાલ્ગુની પારેખ, મનીષા મોરબીયા,રચના શાહ,વૈશાલી શાહ,મિલી શાહ,સોનાલી મહેતા,સરલા દોશી,નિશા ખંડોર,મયુરી દોશી સહિત બધા જ કારોબારી સભ્યો નો સહકાર રહ્યો હતો.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
