News of Thursday, 15th May 2025
સાયલા પાસે કાર ડીવાઇડર કૂદીને સામે આવતા આઇશર સાથે અથડાતા બે વર્ષના બાળકનું મોત
જોડિયા તાલુકાના ખીરી ગામના નેવીના નિવૃત જવાન અમદાવાદ જઇ રહ્યા હતા

વઢવાણ, તા.૧૫: સાયલાઃ સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને આઇશર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જોડિયા તાલુકાના ખીરી ગામના રહેવાસી અને નેવીના નિવળત જવાન સહદેવસિંહ મંગળસિંહ જાડેજા પત્ની રશ્મીબા સહદેવસિંહ જાડેજા તથા બે વર્ષના પુત્ર કળષ્ણરાજ સહદેવસિંહ જાડેજા સાથે કારમાં અમદાવદ પોતાના સગાને ત્યાં જઇ રહ્યાં હતા. ત્યારે સાયલા તાલુકાના ગોસળ ગામ પાસે સહદેવસિંહ જાડેજાએ કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર કૂદીને સામે આવી રહેલી આઇશર સાથે કાર અથડાઈ હતી. આ ગોઝારા અક્સ્માતમાં બે વર્ષના કળષ્ણરાજ સહદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અને ચાલક સહદેવસિંહ મંગળસિંહ જાડેજા, તેમના પત્ની રશ્મીબા સહદેવસિંહ જાડેજા તેમજ આઇશર ચાલક હરદિપસિંગ અમર દીપસીંગને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં કારનો રીતસરનો બુકડો બોલી ગયો હતો.(૨૩.)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
