<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

આટકોટના પાંચવડા ગામે વિજકરંટ લાગતા ખેડુત અરવિંદભાઇ બુટાણીનું મોત

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.૧૫: પાંચવડા ગામે વિજકરંટ લાગતા ખેડુતનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના પાંચવડા ગામે પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા અરવિંદભાઇ કલ્‍યાણભાઇ બુટાણી નામના ખેડુતનું ઘટનાસ્‍થળે મોત થયું હતું. મૃતકની લાશને જસદણ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ઘટનાસ્‍થળે આટકોટ પોલીસ દોડી જઇ તપાસ હાથધરી છે.

મૃતક અરવિંદભાઇ કલ્‍યાણભાઇના બીજા નંબરના પુત્ર છે. જુવાનજોધ પુત્રના મોતથી ગામ અને પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(11:29 AM IST)