<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

જામનગર જીલ્લા પંચાયત ખાતે સરપંચ તલાટીમંત્રીઓ માટે સિવિલ ડીફેન્‍સ તાલીમ

 

જામનગર, તા.૧૫: જીલ્લા પંચાયત ખાતે ૧૦૨ જેટલા ગામડાઓના સરપંચશ્રીઓ અને તલાટીમંત્રીશ્રીઓ માટે સિવિલ ડીફેન્‍સ અંગે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તાલીમમાં નાગરિક સંરક્ષણની કચેરી તથા ફાયર વિભાગ દ્વારા યુદ્ધ જેવી પરિસ્‍થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્‍તુત સમજુતી આપી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્‍ય હેતુ નાગરિકોને આપાતકાલીન પરિસ્‍થિતિમાં સ્‍વબચાવની પદ્ધતિઓથી કઈ રીતે વાકેફ કરવા તે હતો. આ તાલીમમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી દીપા કોટકે ઉપસ્‍થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

આ તાલીમમાં નાયબ નિયંત્રકશ્રી વી.કે.ઉપાધ્‍યાય તથા ચીફ વોર્ડનશ્રી કમલેશ પંડ્‍યા દ્વારા યુદ્ધના વિવિધ ઙ્કકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ ઙ્કકારની સેવાઓ જેમાં હેડક્‍વાર્ટર, તાલીમ, સંદેશા વ્‍યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્‍યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા,પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્‍ચિત કરવું વગેરે અંગે સમજુતી આપી કેવા પ્રકારના પગલા લેવા તેમજ સિવિલ ડીફેન્‍સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લા પંચાયત ઉપરાંત વિવિધ તાલુકાઓમાં પણ નાગરિક સંરક્ષણ અંગે તાલીમ આપવામાં આવી રહી છે.

આ તાલીમમાં પી.આઈ. એમ.વી.ખીલેરી, સેક્‍ટર વોર્ડના ચેતનાબેન માણેક, કિશોરભાઈ ત્રિવેદી, ભરત કટેશીયા, નિશાબેન વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:20 PM IST)