<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

‘ઓપરેશન સિંદૂર' કરોડો ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ : સંજય કોરડીયા

જુનાગઢ ભાજપ દ્વારા ભારતીય સેનાને બિરદાવવા માટે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઇ : આપણા સૈન્‍યએ તિરંગાનું ગૌરવ અને સન્‍માન વધાર્યુ : ધર્મેશ પોશીયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૫: જમ્‍મુપ્રકાશ્‍મીરના પહેલગામ ખાતે વાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ  ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર' દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં ૧૩ થી ૨૩ મે સુધી રાષ્‍ટ્રવ્‍યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.

ત્‍યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરે  ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા જુનાગઢ મહાનગર ખાતે વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્‍ય તિરંગા યાત્રાને તળાવ ખાતે શહીદ સ્‍મારકથી ફ્‌લૅગ ઑફ કરાવી હતી. ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં ધારાસભ્‍ય સંજય કોરડીયા મેયર ધર્મેશ પોશીયા ભારતીય આશ્રમ મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદ બાપુ રામટેકરીના કિશનદાસ બાપુ ડેપ્‍યુટી મેયર આકાશ કટારા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર શાસકપક્ષના નેતા મનનભાઇ અભાણી દંડક કલ્‍પેશભાઈ અજવાણી પુર્વ પ્રમુખ પુનિત શર્મા પુર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્ર મશરૂ? પુર્વ મેયર આધ્‍યશક્‍તિ મજમુદાર ગીતાબેન પરમાર પુર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશ કોટેચા અશોક ભટ્ટ યોગીભાઇ પઢીયાર જે કે ચાવડા હરેશ પરસાણા શૈલેષ દવે સંજય મણવર ઓમ રાવલ મનોજ પોપટ કીશોર ચોટલીયા ચંદ્રીકાબેન રાખશીયા કીશોર અજવાણી માલદે ડોડીયા લીલાભાઇ પરમાર ભરત કારેણા પરાગ રાઠોડ વંદનાબેન દોશી ભાવનાબેન વ્‍યાસ જયેશ બોઘરા સોનલબેન પનારા, પુંજાભાઇ સીસોદીયા સુભાષ રાદડીયા પ્રવિણ વાઘેલા સુરેશ પાનસુરીયા જીતેન્‍દ્ર ઠકરાર તથા આગેવાનો હોદેદારો કાર્યકરો બહોળી સંખ્‍યામાં સહભાગી થયા હતા.

આ અવસરે ધારાસભ્‍ય સંજય કોરડીયા એ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ‘ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્‍યો છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્‍વલંત સફળતા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્‍તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લીધો છે. એટલું જ નહિ, આખું વિશ્વ ભારતના સૈન્‍ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે.

મેયર ધર્મેશ પોશીયા એ કહ્યું કે, આ ઘટનાઓથી રાષ્‍ટ્રહિત સર્વોપરિનો ભાવ જાગી ઉઠ્‍યો છે. એટલું જ નહિ, આપણા સૈન્‍યએ તિરંગાનું ગૌરવ અને સન્‍માન વધાર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે, યાત્રાની શરૂઆત  તળાવ ખાતે શહીદ સ્‍મારક થી થઈ હતી અને આઝાદ ચોક એમજી રોડ સહીત શહેરનાં માર્ગો પર ફરી હતી તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્‍યાની યાદી જણાવે છે.(૨૩.૮)

(1:22 PM IST)