News of Thursday, 15th May 2025
ધ્રોલમા જળસ્ત્રોત પુનઃ જીવન કાર્યક્રમના પોસ્ટરમાં તાલુકા ભાજપ પ્રમુખનું નામ જ ગાયબ હોવાથી ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે હોબાળો

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૫ : ધ્રોલ ખાતે જળસ્ત્રોત પુનઃ જીવન કાર્યક્રમનુ આયોજન આવતીકાલે કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ કોટેચા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન શીયાર, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા, સહીત આગેવાનોની ઉપસ્થિતિમાં રાખવાં આવેલ છે.
જેમા કાર્યક્રમની વિગત દર્શાવતા પોસ્ટરમાં ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નું નામ જ ગાયબ હોવાથી ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે ભારે ચર્ચા જાગી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
