<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

જેતપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ : ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો

તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ સ્ટેન્ડ ચોક, ફૂલવાડી, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું

જેતપુરમાં સવારથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ અને વરસાદી ઝાપટાંથી સ્થાનિકો અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

જેતપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે બપોર બાદ કમોસમી વરસાદનું આગમન થયું હતું. સવારથી આકાશમાંથી અગ્નિ વર્ષી રહી હોય તેવી ગરમી બાદ, બપોર થતાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

જેતપુર શહેરના તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ સ્ટેન્ડ ચોક, ફૂલવાડી, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. એમજી રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ નોંધાયો હતો.

જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ઉભા પાક જેવા કે તલ, બાજરી, અળદ સહિતના પાકને આ અણધાર્યા વરસાદ અને પવનથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

(12:25 AM IST)