News of Friday, 16th May 2025
મોરબીમાં ક્રિકેટના સટ્ટાના પૈસાની ઉઘરાણી માટે 19 વર્ષના યુવાનનું અપહરણ.
-યુવાનને એક્ટિવામાં ગજડી ગામ લઈ જવાના હતા, ફોન આવવા લાગતા છોડી દીધો : એ ડિવિઝન પોલીસે ટંકારાના ગજડી ગામના ત્રણ યુવાનો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ક્રિકેટના સટ્ટાના પૈસાની ઉઘરાણી માટે 19 વર્ષના યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવાનની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ટંકારાના ગજડી ગામના ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ખેવારિયા ગામે રહેતા 19 વર્ષીય યુવાન વંશ મહેશભાઈ ઉભડિયાએ મહેશભાઈ ઉર્ફે રાહુલભાઈ રામભાઈ ડાંગર, શીવમભાઈ બાબુભાઈ જારીયા, દિવ્યેશભાઈ રમેશભાઈ ડાંગર રહે. બધા ગજડી તા.ટંકારા વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યુ છે કે તે વિનાયક હોન્ડા શોરૂમમાં નોકરી કરતો હોય ત્યારે અવાર નવાર શીવમભાઈ બાબુભાઈ જારીયા બેસવા આવતો અને તેને મને ક્રિકેટગુરૂ એપ્લીકેશનનો ઉપયોગ કરી આઇપીએલ ઉપર સટ્ટો રમવા જણાવ્યું હતું.
તેઓએ હારજીત માટે મહેશ રામભાઈ ડાંગર સાથે વાતચીત કરાવેલ હતી. પ્રથમ ક્રિકેટ સટ્ટાના રૂપીયા ૪૦૦૦૦/- ચુકવી આપેલ હતા.
ત્યારબાદ રૂ.3,00,000/- ક્રિકેટ સટામા હારી ગયેલા હોવાનું જણાવી બંનેએ ધાક ધમકી આપી ઉઘરાણી શરૂ કરી હતી. આજે હું મારા મિત્ર મનોજભાઈ વિનોદભાઈ મુછડીયા સાથે એકાદ વાગ્યાના સમયે એક્ટિવા લઈ મોરબીમાં કંડલા બાયપાસ ઉપર ધ્રુવ હોસ્પીટલ પાસે પહોચેલ હતો. ત્યારે મહેશભાઇ ઉર્ફે રાહુલભાઈ ડાંગર, શીવમભાઈ જારીયા તથા દિનેશભાઈ રમેશભાઈ ડાંગરે મોટરસાયકલ લઈને આવી મને એક્ટિવામાં બેસાડી વાવડી ગામ, ચાચાપર, ખાનપર તેમજ ગજડી ગામ બાજુ લઈ ગયા હતા. આ દરમિયાન મે મારા કાકા સાગરભાઈ મેરજાને ફોન કરીને હકીકત જણાવી હતી. મારા મોબઇલમાં અલગ અલગ સગા વ્હાલાના ફોન આવવા લાગતા મને મોરબીના જેલ રોડ ત મૂકી દીધો હતો. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલાન્ત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
