<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

મોરબી સહીત ગૌરક્ષકોની ટીમે કતલખાને ધકેલાતા ૨૧ અબોલ જીવોને છોડાવ્યા, મુદામાલ પોલીસને સોપ્યો.

માળિયા હળવદ હાઇવે થઈને અમદાવાદ તરફ જતા આઈસર ટ્રકને રોકી ૨૧ અબોલ જીવને છોડાવ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી સહીત સૌરાષ્ટ્રના ગૌરક્ષકોની ટીમ દ્વારા ૨૧ અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા છે માળિયા હળવદ હાઇવે થઈને અમદાવાદ તરફ જતા આઈસર ટ્રકને રોકી ૨૧ અબોલ જીવને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.

 ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છ તરફથી માળિયા હળવદ થઈને અમદાવાદ એક આઈસરમાં અબોલ જીવ ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે જેથી વોચ ગોઠવી હતી અને હળવદ સરા ચોકડી પાસે રોકી ચેક કરતા ૨૧ અબોલ જીવ મળી આવ્યા હતા ૨૧ પાડા આઈસરમાં ખીચોખીચ હલનચલન ના કરી સકે તેવી રીતે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના પરિવહન કરતા મળી આવ્યા હતા જેની પૂછપરછમાં કચ્છ નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ લઇ જવાની કબુલાત આપી હતી જેથી અબોલ જીવોને બચાવી હળવદ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે આઈસર ગાડી અને બે આરોપીઓ હળવદ પોલીસને સોપવામાં આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જે કામગીરીમાં મોરબી, રાજકોટ, લીંબડી, ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા સહિતના સેન્ટરના ગૌરક્ષકોની ટીમ જોડાયેલ હતી.

(1:07 AM IST)