તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 16th May 2025
૩૨૫ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ભુજમાં વિરાટ તિરંગા યાત્રા
સેનાના પરાક્રમને વધાવવા સાંસદ વિનોદ ચાવડાની આગેવાની હેઠળ વિશાળ જન સમુદાય જોડાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય સેનાની ત્રણેય પાંખોએ શૌર્યનું પ્રદર્શન કરી પાકિસ્તાનને પીછેહઠ કરાવી.
ભારતીય સેનાના જવાનોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શૂરવીરતાને બિરદાવવા ભુજમાં યોજાયેલ તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં જન સમુદાય જોડાયો હતો. સાંસદ વિનોદ ચાવડાની આગેવાનીમાં નીકળેલ આ તિરંગા યાત્રામાં કચ્છના ધારાસભ્યો, શહેર, તાલુકા અને જિલ્લાના વિવિધ જન પ્રતિનિધિઓ સાથે એનસીસી કેડેટ્સ, બીએસએફ અને પોલીસ, ગૃહરક્ષક દળના જવાનો ઉપરાંત મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. ૩૨૫ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે જાણે આખુંયે ભુજ તિરંગાના રંગે રંગાયું હતું.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
