તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 16th May 2025
ગોંડલઃ ચકચારી અમિત ખુંટ કેસમાં જેલ હવાલે થયેલા એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરના જામીન મંજુર
અમારી ધરપકડ પોલિસે તપાસ કર્યા વિના રાજકીય ઇશારે કરી છેઃ એડવોકેટ સંજય પંડિત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૬: ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટનાં અત્રેની કોર્ટ દ્વારા જામીન મંજુર થતા જેલ મુક્ત થયા હતા.
રીબડાનાં અમીત ખુંટ આપઘાતની ઘટનામાં એડવોકેટ ગોંડલનાં દિનેશ પાતર તથા સંજય પંડીત ના જામીન અંગે અત્રેની એડી.સેસન્સ જજ ની કોર્ટ માં સુનવણી હાથ ધરાતા કોર્ટ દ્વારા બન્નેનાં જામીન મંજુર કર્યા હતા.સંજય પંડીત એડવોકેટ હોય જેલમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમણે દલીલ કરી હતી.
ઉલ્લેખનીય કે અમીત ખુંટની સુસાઇડ નોટમાં પુજા રાજગોર નો ઉલ્લેખ હોય પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતા પુજા રાજગોરે જણાવેલ કે એક વ્યકિતે પોતાની પાસે આવી જણાવેલ કે તમારે રીબડાના અમીત ખુંટ સાથે સોશ્યલ મીડીયા નાં માધ્યમ થી મિત્રતા કેળવી તેની સાથે શરીર સંબંધ બાંધી ખોટી બળાત્કારની ફરીયાદ કરવાનીછે. તમારી લાઇફ બની જશે. ફરીયાદ નાં સમયે મારા વકીલો દિનેશ પાતર તથા સંજય પંડીત જેઓને તમામ વિગત ની ખબર છે. તેઓ શરૂઆત થી અંત સુધી તમારી સાથે રહેશે.તેઓ જે રીતે કહે તે રીતે તમારે ફરીયાદ લખાવવાની છે.પુજા રાજગોરની કબુલાત બાદ પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. (૩.૯)
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
