<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

જેતપુરમાં ધીરૂભાઇ પરમાર ઉપર પિતા-પુત્ર સહિત પાંચનો હુમલો

અહીંની માલઢોર લઇને નીકળતા નહિ તેમ કહી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૬: જેતપુરમાં માલઢોર લઈને રસ્‍તા પરથી નહીં ચાલવા બાબતે બોલાચાલી કરી પિતા પુત્રો સહિત પાંચ શખ્‍સોએ હુમલો કરતા પોલીસમાં ફરીયાદ કરી છે.

શહેરના ગોંદરા વિસ્‍તારમાં રહેતા ધીરુભાઈ રાણાભાઇ પરમાર તેમના મિત્રો સાથે માલ ઢોર લઈ ડેડરવા ગામની સીમમાં ચરાવવા માટે ગયેલ ત્‍યાંથી પરત ફરતી વખતે જીથુડી હનુમાન થી કેનાલ તરફ જતા ત્‍યાં આવેલ કારખાના પાસે થી પસાર થતાં ત્‍યાં ઉભેલ ભીમ માલવીયા નામના શખ્‍સે કહેલ કે અહીંથી માલ ઢોર લઈને નીકળતા નહીં તેમ કહી ઝઘડો કરી ગાળો આપી જતા રહેલ બાદ તે તેના બે પુત્રો તેનો ભાઈ તેમજ એક અજાણ્‍યો શખ્‍સ મળી પાંચ શખ્‍સો આવી ધીરુભાઈ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હાથમાં રહેલ કુહાડાનો ઘા કરતા કુહાડાનો હાથો માથામાં લાગી જતા લોહી નીકળવા લાગેલ જેથી આ તમામ શખ્‍સો નાસી છૂટેલ ધીરુભાઈ ને સારવાર અર્થે સરકારી હોસ્‍પિટલે ખસેડાતા તેની ફરિયાદ પરથી શહેર પોલીસે ભીમ માલવીયા, તથા તેના બે પુત્રો, તેનો ભાઈ તેમજ એક અજાણ્‍યા શખ્‍સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરેલ.

(1:50 PM IST)