<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નવા વર્ષના હોદેદારોની વરણી, પ્રમુખ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા, મનીષાબેન ગણાત્રા સેક્રેટરીપદે .

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પોતાની આગવી સેવાકીય   પ્રવૃત્તિઓ માટે જાણીતી  બનેલ મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબ ના વર્ષ 2025 -26 ના નવા પ્રેસિડેન્ટ તથા તેમની ટીમની રચના કરવામાં આવી હતી .જેમાં ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા પ્રેસિડેન્ટ, તથા મનિષાબેન ગણાત્રા ની સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી હતી તેવુ ગત વર્ષના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ તેમની યાદીમાં જણાવ્યું હતું. 

  આ ઉપરાંત વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પૂનમબેન હીરાની ,કામિનીબેન સિંગ, સાધનાબેન ઘોડાસરા તથા હીનાબેન પંડ્યા તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈ તથા જોઈન્ટ ટ્રેઝરર તરીકે સુનીતાબેન દોશી, કોમલબેન તેમજ પૂર્વીબેન ને જવાબદારી સોપાઈ હતી. જોઈન્ટ સેક્રેટરી તરીકે હીનાબેન પરમાર પાયલબેન આશરને જવાબદારી સોંપાઈ હતી.

  પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ઉમાબેન સોમૈયા ,નિમિષાબેન ખન્ના , ઇલાબેન દોશી તેમજ પુનિતાબેન છૈયા ને  સર્વાનુમતે જવાબદારી સોંપાઈ હતી. આ તકે ફાઉન્ડર શોભના બા ઝાલા ,સિનિયર કાઉન્સિલર પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા તેમજ  આઈ પી પી મયુરબેન કોટેચાએ આખી ટીમને અભિનંદન  આપ્યા હતા.

(12:02 AM IST)