News of Saturday, 17th May 2025
સલાયા-ઓખાના ૪ શખ્સોને એટીએસ ઉઠાવી ગઇ
અજ્ઞાત સ્થળે પુછપરછઃ જુદી-જુદી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. હાલ થોડા સમયથી ભારત પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિ છે. ત્યારે દ્વારકા જિલ્લાના સમુદ્ર નજીકના તથા સંવેદશનીલ વિસ્તાર ગણાતા સલાયા તથા ઓખા વિસ્તારમાંથી ચારેક શખ્સોને એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા પકડીને પુછપરછ માટે લઇ જવામાં આવ્યાની વિગતો બહાર આવતા ભારે ચર્ચા જાગી છે.
ગઇકાલે બપોર પછી સલાયા વિસ્તારમાંથી ત્રણ શખ્સો તથા ઓખા વિસ્તારમાંથી એકાદ શખ્સને કોઇ ચોકકસ પ્રવૃત્તિના સંદર્ભમાં એ. ટી. એસ. ના સ્ટાફ દ્વારા પકડીને અજ્ઞાત સ્થળે લઇ જવાયાનું બહાર આવ્યું છે. જો કે સ્થાનિક પોલીસને આ અંગે હજુ કંઇ જાણ કરવામાં નથી આવી પણ આ શખ્સોની પુછપરછ ચાલતી હોવાનું બહાર આવ્યું છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
