તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
ભાણવડ વિસ્તારમાં માવઠાથી સાપો નીકળવાનું શરૂઃ ત્રણ દિ'માં ર૦ના રેસ્કયુ

ખંભાળીયા તા. ૧૭ :.. ભાણવડ વિસ્તારમાં માવઠામાં સતત પાંચેક દિવસમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા વરસાદનું પાણી જમીનમાં જતાં તથા જમીનમાં જયાં ત્યાં રહેતા સાપો તડકો ગરમી થતાં તથા દર માં પાણી ભરાતા સાપ નીકળવા શરૂ થયા હતાં.
ભાણવડના વિવિધ વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ત્રણ દિવસમાં જ કોબ્રા, ધામણ, કાધામરો, રૂપસુંદરી, જળસાપ, અજગર, જેવી પ્રજાતિઓના વીસ જેટલા સાપનું સફળ રેસ્કયુ કરીને બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં કુદરતી આવાસમાં તેમને મુકત કરવામાં આવ્યા હતાં.
ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપના દ્વારા પંદર વર્ષથી આવી જીવદયા તથા સાપોના રેસ્કયુ ચાલતા હોય અગાઉ લોકો પણ સાપ નીકળતા ભયભીત થઇ મારી નાખતા તેના બદલે હવે સાપ નીકળતા તેની જાતિ તથા ઝેરી બીન ઝેરી ઓળખતા થયા છે. તથા તુરત જ વન વિભાગ કે રેસ્કયુસરનો સંપર્ક કરીને આ સાપને કુદરતી વાતાવરણમાં પહોંચાડતા થયા છે.
સાપ બચાવની સેવા પ્રવૃત્તિમાં સંકળાયેલા અશોકભાઇ ભટ્ટ, મેરામણભાઇ ભરવાડ, વિજય ખુંટી, દત રબારી, દુદાભાઇ, વિશાલ તથા અક્ષય સાપના રેસ્કયુ કરતા લોકોને આ સરિસૂર્યા વિષે જાણકારી પણ આપે છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
