<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

સાસણ અને તાલાળાના બે શખ્‍સોને ગાંજાના કેસમાં પાંચ વર્ષની કેદ

 

વેરાવળ-પ્રભાસપાટણ, તા.૧૭: વેરાવળની સ્‍પે. (એન.ડી.પી.એસ.) કોર્ટ દ્રારા આજથી બે વર્ષ પહેલા ૧૮૦૦ ગ્રામ ગાંજાના જથ્‍થા સાથે ઝડપાયેલા બે આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખ્‍ત કેદની સજા અને તેમજ રૂા.પ૦ હજાર દંડ ફટકારતો હુકમ કરેલ છે.

આરોપી (૧) સલીમ ઉર્ફે મેરૂભાઈ કાસમભાઈ દલ ઉ.વ.૪૬, ધંધો-ડ્રાઈવિંગ, રહે.સાસણ ન્‍યુ પ્‍લોટ વડલા શેરી મેંદરડા રોડ તા.મેંદરડા, જી.જુનાગઢ તથા (ર) સતાર મહમદભાઇ દોમાન ઉ.વ.૪૬, ધંધો-મંજુરી, રહે.સીદીવાળા તાલાળા વાળાને ગત તા.૦૭/૦૬/ર૦ર૩ના તાલાલા સાસણ રોડ પરથી ગીર-સોમનાથ જીલ્લા પોલીસના સ્‍પે.ઓપરેશન ગળપના પી.આઈ. અરવીંદસિંહ જાડેજા સહીતના સ્‍ટાફ દ્વારા પીયાગો રિક્ષામાં માંદક પદાર્થ ગાંજાની હેરા ફેરી કરતા ૧૮૦૦ ગ્રામ ગાંજાના જથ્‍થા સાથે રંગે હાથ ઝડપી પાડી તાલાળા પોલીસમાં બન્ને આરોપીઓ વિરૂધ્‍ધ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ર૦(બી), રર(બી), ર૯. મુજબ ગુનો નોંધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરેલ હતી.

આ કેસનું ચાર્જશીટ કોર્ટમાં રજુ થતા સ્‍પે. (એન.ડી.પી.એસ.) કોર્ટના જજ શ્રી જે.જે.પંડયા ની કોર્ટમાં આવતા જીલ્લાના મુખ્‍ય સરકારી વકીલ કેતનસિંહ ડી.વાળા એ સમગ્ર કેસનુ ઙ્કોસીકયુશન ચલાવી તેઓએ આ કેસને સાબીત કરવા માટે ફરીયાદી સહીતના અન્‍ય સાહેદો તેમજ પંચ વિટનેસ, એફ.એસ.એલ. ટીમ સહીતનાની મૌખીક જુબાનીઓ લીધેલ વકીલ કેતનસિંહ વાળા એ દલીલો કરતાં જણાવેલ કે, માદક પદાર્થોના સેવન અને લતના કારણે રાષ્‍ટ્રનું યુવા ઘન બરબાદ થઈ રહયુ છે તેમજ માદક દવ્‍યના વેપાર દ્વારા મેળવેલ પૈસાનો ઉપયોગ ગેરપ્રવળતી માટે થતો હોય છે ત્‍યારે આ પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને બક્ષવા ખુબ જ ગંભીર હોઈ ત્‍યારે રાષ્‍ટ્રહિતમાં આવા આરોપીઓને સમાજમાં દાખલા રૂપ કડક સજા કરવામાં આવે તેવી ધારદાર દલીલો કરતા કોર્ટે ગુનાની ગંભીરતા ધ્‍યાને લઈ સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા રજુ કરાયેલ સાક્ષી પુરાવાઓને ધ્‍યાને લઈ તકસીરવાન ઠેરવ્‍યા હતા અને બંન્ને આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખ્‍ત કેદની  સજા તેમજ રૂા.પ૦ હજાર દંડનો આખરી હુકમ કરેલ.

(11:16 AM IST)