તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 17th May 2025
કાળાસર ગામની સીમમાં કારમાં સવાલાખનો દારૂ ઝડપાયો
ચોટીલા પંથકમાં મોટો જથ્થો ઠલવાયાની આશંકા..! રાજકોટના શખ્સને ઝડપી લેવાયો

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૭: ચોટીલા પોલીસે કાળાસર ગામની સીમમાં ચોટીલા રોડ ઉપર પુલ પાસે સ્વીફટ કાર નં જી . જે. ૩ સીઇ. ૨૩૪૯ ને રોકી તલાસી લેતા રાજકોટ કોઠારીયા પાર્ક રાધીકા પાર્ક રહેતો આરોપી દિપકભાઇ દેવશીભાઇ ભાસ્કર તેના હવાલા ઇંગ્લીશ દારૂની બોટલ નં. ૪૮ તથા ૧૮૦ એમ.એલ.ની બોટલ નં.૩૧૪ મળી રૂ.૧૩૬૦૧૦ નો દારૂ તથા સ્વીફટ કાર અને મોબાઇલ તથા બે હજાર રોકડા મળી કુલ રૂ.૫૪૩૦૧૦/નો મુદામાલ સાથે પકડી પાડેલ હતો.
પકડાયેલ શખ્સ આ દારૂનો જથ્થો ચોટીલાના ઉદયભાઇ ખાચર પાસે થી લાવેલ હતો અને હેરાફેરી કરતો હોવાનું જણાવતા તપાસ હાથ ધરેલ છે.
છેલ્લા ઘણા સમયથી પંથકમાં દેશી સાથે ઇંગ્લીશ દારૂનું પણ મોટૂ નેટવર્ક ચાલતું હોવાની ચર્ચા છે. ત્યારે પંથકમાં મસ મોટો ઇગ્લીશ દારૂ ઠલવાઈ ગયાની પ્રબળ આશંકા ઉદભવેલ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
