<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ખંભાળીયા - ઓખાના આકાશમાં રાત્રીના ચમકતી વસ્‍તુ દેખાતા કુતૂહલ સર્જાયુ

પોલીસ તંત્રને જાણ કરાતા તપાસઃ રાત્રીના બ્‍લેક આઉટ થયાની ચર્ચાએ પણ જોર પકડયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખા વિસ્‍તારમાં ગઈકાલે રાત્રે કોઈ ચમકતી વસ્‍તુ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ચર્ચા સાથે કુતૂહલ લાગણી હતી.

આ અંગે જિલ્લાના લોકોમાં ચર્ચાથી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર, બેહ સહિતના દરિયાઈ પટ્ટીના ગામમાં તેમજ ઓખા વિસ્‍તારમાં પણ ગઈકાલે રાત્રે આકાશમાં ચમકતી વસ્‍તુ ગ્રામજનોને દેખાઈ હતી. આથી આ ગંભીર બાબતે સ્‍થાનિક લોકોએ પોલીસ તંત્રને જાણ કરતા પોલીસ અધિકારીઓની ટીમ આ સ્‍થળે દોડી ગઈ હતી અને જરૂરી પૂછપરછ તેમજ આગળની કાર્યવાહી કરી હતી.

આ વચ્‍ચે જિલ્લામાં ગતરાત્રે બ્‍લેક આઉટ થયાની ચર્ચાએ પણ જોર પકડ્‍યું હતું.

(1:17 PM IST)