<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુના

૬૭માં પ્રાગટયદિનની ગાંધીનગરના પેથાપુરમા ઉજવણી : રાઠોડ પરિવાર દ્વારા યજ્ઞ, ભોજન પ્રસાદ, ભજન સંધ્‍યા, લોકડાયરોઃ દેશ-વિદેશમાં ૬૭ જગ્‍યાએ રકતદાન કેમ્‍પ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ ચાપરડા સુરેવધામ આશ્રમના મહંત અને માનવ સેવા એ જ પ્રભુ સેવા સુત્રને ચરિતાર્થ કરનાર પૂ. મુકતાનંદજી મહારાજનો આજે ૬૭મો જન્‍મોત્‍સવ છે. પૂ. બાપુની જીવન ઝરમર અંગે પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૭-પ-૧૯પ૯ ના રોજ વિસાવદરમાં બ્રહ્મ  પરિવાર જન્‍મ થયેલ બાળપણમાં વિસાવદર નજીક આવેલ સરસઇ ગામે પ્રાથમિક શિક્ષણ મેળવેલ ત્‍યારથી જ તેઓ સરસઇગઢમાં આવેલ. નાગદેવતા મંદિરની નિયમીત પુજાર વિધી કરતા.

પૂ. બાપુએ ચાંપરડા સુરેવધામ આશ્રમમાં મહંત પૂ. ભગવતીનંદબાપુના સાનિધ્‍યમાં રહી સેવા સમર્પણ કરી તેર વર્ષની નાની વયે ભગવતીનંદબાપુ પાસે દિક્ષા લઇ અંત અમલનો માર્ગ અપનાવી માનવ સેવાની ધુણી ધખાવી અને દિક્ષાગ્રહણ કર્યા બાદ પૂ. મુકતાનંદબાપુ એ ચાંપરડાથી ખુલ્લા પગે ચાલી નર્મદા પદયાત્રા પરિક્રમા કરી અને ત્‍યારબાદ પૂ. બાપુએ જામનગર જિલ્લાના ટપકેશ્વર મહાદેવ ખાતે તપ સાધના કરી તેમજ વડવાળા ગામ પાસે જંગલેશ્વરના સાનિધ્‍યમાં તેમજ ગિરનારની છત્રછાંયા પણ તપસ્‍યા કરેલ.

આશરે પ૦ વર્ષ પહેલા પૂ. ભગવતીનંદબાપુ બ્રહ્મલીન થતા પૂ. મુકતાનંદબાપુની આ આશ્રમના મહંત તરીકે સાધુ સંતોની ઉપસ્‍થિતિમાં ચાદરવિધી કરાઇ અને મહંત તરીકે જવાબદારી સોંપાઇ.

ત્‍યારથી પૂ. બાપુએ માનવ સેવા એ પ્રભુ સેવા સુત્રને ચરિતાર્થ કરવા ચાંપરડામાં વિનામુલ્‍યે અન્નક્ષેત્ર નેત્રયજ્ઞ પશુરોગ નિદાન કેમ્‍પ, વ્‍યસન મુકિત, શિક્ષણ સેવા વૃધ્‍ધાશ્રમ અને યુવાનોના ચારિત્ર્યના ઘડતરની શિબીરો ધાર્મિક સપ્તાહો પારાયણ  વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે.

ર૦૦૧ની સાલમાં આવેલ વિનાશક ભૂકંપ દરમ્‍યાન કચ્‍છ જીલ્લાના ર૦૦ ઉપરાંત બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ. આ બાળકોને જીવન ઘડતર શિક્ષણ અને પોષણની પુ. બાપુએ જવાબદારી નિભાવી દત્તક લીધા હતા. તેમજ ચાંપરડા ખાતે ધો. પ થી લઇ કોલેજ સુધીનું શિક્ષણ આપતી બ્રહમાનંદ વિદ્યા મંદિર શૈક્ષણીક સંકુલ શરૂ કરાયુ જયાં હજારો વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર થઇ રહ્યું છે.

તેમજ એકાદ દાયકા પહેલા પૂ. મુકતાનંદબાપુએ અમદાવાદ - રાજકોટની હોસ્‍પીટલ જેમાં ચાંપરડા ખાતે જય અંબે મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ શરૂ કરાવી.

દરેક દર્દના નિષ્‍ણાંત એમ. ડી. ડોકટરો આજે વિવિધ તબીબી સેવા આપી રહ્યા છે.

અને વિસાવદર આસપાસના ગામોને તબીબી સેવા પણ ઘર આંગણે પૂ. બાપુ દ્વારા સેવારૂપે શરૂ કરવામાં આવી છે. અને તાજેતરમાં ૮ મી માર્ચના રોજ કેન્‍દ્ર સરકારના ગૃહમંત્રી અમિતભાઇ શાહ હસ્‍તે સૈનિક સ્‍કુલ શાળા ભવન સૈનિક સ્‍કુલ સ્‍ટાફ કવાટર્સ ભવનનું લોકાપર્ણ અને ખાતમર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ તા. ૧૧ એપ્રિલના રોજ  ગુજરાત રાજયના મુ.મંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ પણ ચાંપરડા બ્રહ્માનંદધામની મુલાકાત લઇ પૂ. મુકતાનંદબાપુ સાથે ભોજન પ્રસાદ લઇ પૂ. બાપુ દ્વારા થતા સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી. પૂ. બાપુના જન્‍મ દિન નિમિતે દેશ-વિદેશ ગુજરાત - સૌરાષ્‍ટ્ર-પંજાબ  સહિતના પ્રાંતોમાં ૬૭ જગ્‍યાએ રકતદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યા હતાં. અને આ ઉપરાંત મંદિરોમાં અનેક  જગ્‍યાએ પૂ. બાપુના દિઘાર્યુ અને શ્રેષ્‍ઠ આરોગ્‍ય માટે યજ્ઞો પણ કરાયા હતાં.

પૂ. બાપુના આજે ૬૭માં જન્‍મ દિન નિમિતે પૂ. બાપુના સેવક નિવૃત્ત ડીવાયએસપી અર્જુનસિંહ સબલસિંહ રાઠોડ તેમજ અમિતસિંહ તથા વિજયસિંહ અને સમગ્ર પરિવાર દ્વારા કૈલાશધામ મહુડી રોડ, પેથાપુર જિ. ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું પૂ. બાપુની ઉપસ્‍થિતિમાં આયોજન કરેલ છે.

જેમાં સવારે ૯ કલાકે યજ્ઞ, સાંજે ૪ કલાકે શ્રીફળ હોમાશે. અને ૬-૩૦ કલાકે ભોજન પ્રસાદ રાત્રે ૮ કલાકે ભજન સંધ્‍યા, લોકડાયરામાં લોક સાહિત્‍યકાર મેરામણ ગઢવી, તથા તેની ટીમ જમાવટ કરશે.

(12:06 PM IST)