News of Saturday, 17th May 2025
વિદેશ અને કાશ્મીર જવાને બદલે ઓખા-દ્વારકા પ્રવાસનમાં નોંધપાત્ર વધારોઃ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે શુભ સંકેત

(આલાપ ભરતભાઈ બરાઈ દ્વારા) ઓખા,તા.૧૭: ‘‘ઓપરેશન સિંદૂર''ના પગલે આંતરરાષ્ટ્રીય મુસાફરી અને ખાસ કરીને કાશ્મીર તરફ પ્રવાસીઓને ટાળવાની મનસ્થિતિ સર્જાઈ છે. તેનું સીધું અસર રૂપે ગુજરાતના પવિત્ર તીર્થ અને પ્રવાસન કેન્દ્ર - ઓખા-દ્વારકા મંડળમાં નોંધપાત્ર પ્રવાસી વધારાની નોંધ લેવામાં આવી રહી છે.
(બાકુ (અઝરબૈજાન) અને તુર્કી દ્વારા પાકિસ્તાનને ખુલ્લી ટેકો આપવાને પગલે ભારતીય પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિણામે, ગુજરાત સહિત ભારતભરના અનેક ટૂર ઓપરેટર્સે બાકુ અને તુર્કીના ગ્રુપ ટુર અને બુકિંગ્સ રદ કર્યા છે.
ભારત વિરોધી રવૈયો ધરાવતા દેશોમાં પ્રવાસ ન કરવા લોકો જાગળત થઈ રહ્યા છે અને વિકલ્પ તરીકે પોતાની માતળભૂમિમાં આવેલા આધ્યાત્મિક, સાંસ્કળતિક અને કુદરતી સ્થળોને પસંદ કરી રહ્યા છે.
આ પળષ્ઠભૂમિમાં દ્વારકા-ઓખા મંડળ ગુજરાતનું સૌથી લોકપ્રિય અને વિશાળ શ્રદ્ધા અને પર્યટન સમળદ્ધ ક્ષેત્ર બનીને ઊભરી રહ્યું છે. અહીંના મુખ્ય આકર્ષણોમાં શામેલ છે
શિવરાજપુર બીચઃ ભારતનો બ્લૂ ફ્લેગ પ્રમાણિત દરિયાકાંઠો
સુદર્શન સેતુ (બેટે દ્વારકા) - વિશ્વવિખ્યાત સમુદ્રપાર પુલ
જગત મંદિર (દ્વારકાધીશ મંદિર) - હિંદુ ધર્મનું પવિત્ર તીર્થ
નાગેશ્વર જ્યોર્તિલિંગ- ૧૨ જ્યોર્તિલિંગોમાંનું એક ઓખા મઢી બીચ અને કાચબા ઉછેર કેન્દ્ર - બાળકો અને પરિવારો માટે આકર્ષક સ્થળ
અંતિમ ૪ વર્ષમાં દ્વારકા શહેરમાં અનેક ૪ અને ૫ સ્ટાર હોટલ પ્રોપર્ટી પણ વિકસિત થઈ છે, જેના કારણે હવે દેશ-વિદેશના પ્રવાસીઓને ઉચ્ચ સ્તરીય રહેવા અને ભોજનની સુવિધાઓ અહીં ઉપલબ્ધ થઈ છે. આ પર્યટન પૂર્વાધાર વધવાથી દ્વારકા હવે માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સંપૂર્ણ હોલિડે ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય બન્યું છે.
૧૦ અને ૧૨ મેના રોજ થયેલા વરસાદ બાદ વિસ્તારમાં તાપમાન લગભગ ૨૮,૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી જ રહ્યું છે, જે summer time પ્રવાસ માટે અનુકૂળ વાતાવરણ આપે છે. આ બધાં પરિબળોને કારણે, ઉનાળાની રજાઓ માટે લોકો હવે વિદેશ જવાને બદલે દ્વારકા-ઓખા મંડળ તરફ વળી રહ્યા છે, અને આ ક્ષેત્ર રાજ્ય માટે પ્રવાસન વિકાસનો મજબૂત ઉદાહરણ બની રહ્યું છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
