તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
જૂનાગઢમાં યુવકનું કારમાં અપહરણ કરનારની શોધખોળ
યુવાનને માર મારી તેની માતા પાસ ૩ લાખની માગણી કરી ધમકી પણ આપી હતી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૭: શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય પ્રિયાંશુ રમેશભાઈ રાઠોડનાં બહેન સાથે શહેરના ર્બોડિંગવાસનો સાગર પ્રવીણભાઈ સોલંકીને સંબંધ હતો. પરંતુ યુવકની બહેન હાલ ગ્રીસ દેશ ખાતે નોકરી કરતી હોય છેલ્લા છ મહિનાથી સાગર સોલંકીને યુવતીનો સંપર્ક થયો ન હતો.
ગુરુવારે સાંજે યુવાન તેના ઘરે હતો. ઘરની બાજુમાં રહેતો મિત્ર અમિત વિક્રમભાઈ ચૌહાણએ ફોન આપણા ગામમાં જાવું છે તું મારી સાથે આવ હું અન્નપૂર્ણા મંદિર ઉભો છું તેમ કહેતા યુવક બાઈક લઈને ગયો હતો અને ત્યાંથી મિત્રને બાઈકમાં બેસાડી મધુરમ રોડ પર રામદેવપીરના મંદિર બાજુ જતા હતા. ત્યારે એન્જલ પાર્ક સોસાયટી નજીક પાછળથી કાળા કલરની કાર આવેલ અને બાઈકની આડે ઉભી રાખી દીધી હતી કારમાંથી સાગર સોલંકીએ અજાણ્યા શખ્સ સાથે કારમાંથી ઉતરી પ્રિયાંશુને બે ત્રણ ઝાપટ મારી દીધી હતી કારમાંથી ધારીયુ કાઢી તું મને તારી બેન સાથે વાત કરાવ તેમ કહી સાગરે ધારીયુ મારવા જતા તેની સાથે આવેલ વ્યક્તિએ તેને પકડી લીધો હતો અને નહીં મારવા માટે સમજાવ્યો હતો જેથી તેણે જયેશ મને મૂકી દે આજે તો આને પતાવી દેવો છે તેમ કહ્યું હતું. બાદમાં યુવાને તેના મોબાઇલમાંથી બહેનને વીડિયો કોલ કરતા ફોન ઉપાડે નહીં. અને અમિત પાસેથી તેનો મોબાઇલ લઇ લીધો હતો. આ પછી કારમાં બેસી જવાનું પ્રિયાંશુને ખેચી કારની પાછળની સીટમાં ધક્કો મારી બેસાડી દીધો હતો જયેશે સાગરને આમ ન કરવાનું કહેતા તેને પણ ઝાપટ મારી કારની પાછળની સીટમાં બેસાડી દઈ જ્યારે મિત્ર અમિતને આગળની સીટમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. ત્રણેયને કારમાં પાદરીયા ગામના રેલવે ફાટક પાસે પહોંચી યુવાનને કારમાંથી નીચે ઉતારી તેના ફોનમાંથી તેની બહેનને વિડીયો કોલ કરી પ્રિયાંશુને લાકડાના ધોકા વડે મારવા લાગતા અમિત તથા જયેશ બચાવવા વચ્ચે પડ્યા હતા જેથી વધુ માર મારી ત્રણેયને બગસરા પાસે જઈ હોટલે ગાડી ઉભી રાખી ત્યાંથી હોટલવાળાના ફોનમાંથી સાગર તેના મિત્રને ફોન કરી બોલાવ્યો હતો અને તેની અલ્ટો ગાડીમાં ત્રણેયને બેસાડી એક વાડી પાસે કાર ભી રાખી ફરી માર માર્યો હતો અને જેતપુર બાજુ લઈ ગયો હતો. અને ખામધ્રોળ ચોકડીએ સાગરે અમિત, જયેશને ઉતારી પ્રિયાંશુને પાદરીયા ગામની વાડીએ લઈ ગયો હતો. જ્યાં તેના માતાને વીડિયો કોલ કરી રૂપિયા ત્રણ લાખની માગણી કરી ધમકી આપી હોવાની ઘટના અંગે પ્રિયાંશુ રાઠોડની ફરિયાદ લઇ કાર્યવાહી કરી સી ડિવિઝનના પીઆઇ વી. જે. સાવજે તપાસ હાથ ધરી હતી
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
