તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
સપ્તાહ બાદ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે?
જો કે અરબ સાગરમાં વાવાઝોડું બનશે એ હજુ નિશ્ચિત જ નથી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૭: ચોમાસા પહેલા આગામી ૨૨-૨૩-૨૪ તારીખો આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ વાવાઝોડામાં પરીવર્તિત થઇ એ વાવાઝોડું ગુજરાત અને સોૈરાષ્ટ્રને ધમરોળશે. એવા અહેવાલો હાલ તથા સભરના ન ગણી શકાય. આઇએમડીના મોડેલ એપ્સ, જીએફએસ મોડેલ તથા વૈશ્વિક સ્તરની અન્ય વેધર વેબસાઇટોમાં જે સંભવિતતા દર્શાવાઇ છે એ પરથી આ અનુમાનો હાલ ચર્ચા પર આવ્યા છે. જો કે આ અનુમાનોને ૧૦૦ ટકા ન ગણી શકાય. આ મોડેલોમાં હજુ વધુ પરીવર્તનો શકય બની શકે છે.
અરબ સાગરમાં ઉદભવનારી સિસ્ટમ લો પ્રેશરથી ડીપ્રેશન કે ડીપ ડીપ્રેશન સુધી પહોંચે છે કે કેમ? તે ગુજરાતને સ્પર્શે છે કે કેમ? અથવા સંભવિત સિસ્ટમ ઓમાન તરફના અરબ સાગર તરફ ગતિમાન કરે છે કે પછી સિસ્ટમ મજબુત બનવાને બદલે વચ્ચે જ વીખેરાઇ જાય છે? આ બધુ હાલ કહેવું ઘણુ વહેલુ ગણાય. સિસ્ટમ બન્યે તે અંગેના અનુમાનો સત્યની નજીક હોઇ શકે છે. હાલ ગુજરાતમાં સપ્તાહ બાદ ખાસ કરી સોૈરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યકત કરવી જ યોગ્ય ગણી શકાય. અત્યારથી વાવાઝોડાની ભીતિ અસ્થાને ગણાશે. ચોમાસુ વહેલુ શરૂ થવું એ શકય સભર ગણાશે
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
