<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

અમરેલી - જીલ્લા ભાજપ દ્વારા તિરંગાયાત્રા

 

અમરેલી : જીલ્લા ભાજપ દ્વારા આજે તિરંગાયાત્રા યોજાઈ હતી.જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના નેતળત્‍વમાં જીલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી તિરંગાયાત્રા નીકળી બસસ્‍ટેશન, રાજકમલચોક અને ત્‍યાંથી ટાવર રોડ થઈ દાણાબજાર અને ત્‍યાંથી નાગનાથ મંદિરે પહોંચી હતી. આ તિરંગાયાત્રામાં મિસાઈલ સહિતના ફલોટ ઉભા કરાયા હતા. જીલ્લાભરના ભાજપ આગેવાનો અને કાર્યકરો તિરંગા ધ્‍વજ સાથે યાત્રામાં જોડાયા હતા.અને દેશભકિતનો માહોલ સર્જાયો હતો. શહેરના રાજકમલ ચોક ખાતે શહિદ સ્‍મારક ખાતે પુષાજંલિ અર્પણ કરી શહિદોને યાદ કર્યા હતા. રસ્‍તામાં ઠેરઠેર ઠંડા પીણાના સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા હતા. વેપારીઓ સહિત આમજનતા પણ યાત્રામાં જોડાઈ હતી.(તસ્‍વીર,અહેવાલ-અરવિંદ નિર્મળઃ અમરેલી)

(1:33 PM IST)