<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

પોરબંદરમાં તિરંગા યાત્રાઃ જાબાંઝ જવાનોને સલામી

 

પોરબંદર, જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર' દ્વારા માઁ ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા વિવિધ સંસ્‍થાઓ દ્વારા તિરંગા યાત્રામાં જોડાઈને દેશના જાબાંઝ જવાનોના શૌર્યને સલામી આપી હતી. આ તિરંગા યાત્રા શહીદ વીર નાગાર્જુન સિસોદિયા પાર્કથી શરૂ થઈ એવરગ્રીન વાળા રોડથી એમ જો રોડ થઈ માણેક ચોક ખાતે સંપન્ન થઈ હતી. ભારત માતાની છબી સમક્ષ દીપ પ્રગટાવી રેલીની શરૂઆત થઈ હતી. ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત જિલ્લાભરના સામાજિક, રાજકીય, સેવાભાવી આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા નિકળી તે તસ્‍વીર.

(1:38 PM IST)