<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ધોરાજી તાલુકા પોલીસે બેટરીની ચોરી કરતા ત્રણ શખ્‍સોને ઝડપી લીધા

રાજકોટ તા.૧૭: ધોરાજી તાલુકા પોલીસે વાહનોમાંથી બેટરી ચોરી કરતા ત્રણ શખ્‍સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ગઇ તા. ૧૦-પ ના રાત્રીના ફરીના ગેરેજ રીપેરીંગમાં આવેલ ખુલ્લામાં પડેલ ડમ્‍પર રજી. નં. જીજે-૧૩-એટી-૧૩૭પ માં ઇરો પ્‍લસ લખેલ બે બેટરી તથા આઇસર ટ્રક રજી. નં. જીજે-૧૪-એકસ-૩૯૯૩ માં ઇવર જોન લખેલ એક બેટરી તથા આઇસર ટ્રક રજી. નં. જીજે-૦૩-ડબલ્‍યુ-૮૪પપ માં જેટ લખેલ એક બેટરી જેતે ટ્રક તથા આઇસરની કેબીનમાં પડેલ હોય તે ચારેય બેટરીઓ કિ. રૂા. ૩૬,૦૦૦/- ની કોઇ અજાણ્‍યો ઇસમ ચોરી કરી લઇ જતા ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશન મા ફરીયાદ થતા રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ ધોરાજી ના સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસી ઇન્‍સ. એલ.આર. ગોહીલ તથા ટીમે બેટરીની ચોરી કરનાર (૧) સબીરશા ઉર્ફે બબલુ મહમદશા સર્વદી રહે. ધોરાજી જુના ઉપલેટા રોડ, રસુલપરા, (ર) સકિલ મકસુદભાઇ સોઢા રહે. ધોરાજી જુના ઉપલેટા રોડ, મરધા કેન્‍દ્ર પાસે તથા (૩) અમીન ઉર્ફે નાનીયો સલીમભાઇ રાવકુડા રહે. ધોરાજી જુના ઉપલેટા રોડ, મરધા કેન્‍દ્ર પાસે ને ચાર ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહીમાં ધોરાજી તાલુકા પો. સ્‍ટે.ના જયેશભાઇ બાંટવા એ. એસ. આઇ. દિવ્‍યરાજસિંહ પઢીયાર પો. હેડ કોન્‍સ. જગદીશભાઇ સુવાણ પો. હેડ કોન્‍સ. હાર્દિકભાઇ ઓઝા, પો. હેઙ કોન્‍સ. તથા ઇશિતભાઇ માણાવદરીયા પો. કોન્‍સ. જોડાયા હતાં.

(2:28 PM IST)