તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 17th May 2025
ગઢડામાં ૧૦૦૦ કાઠી દરબારોએ કર્યો સનાતન ધર્મની રક્ષાનો સંકલ્પઃ જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઇ સુવાગીયાની અપીલનો માનભેર સ્વીકાર
વ્યક્તિ પૂજક સંપ્રદાયોનો ત્યાગ કરી વેદના ઉપાસક બનેલા ઢોલરાના ભરતભાઇ ભુવાનું તલવાર આપી કરાયુ સન્માન

રાજકોટ : સનાતન ધર્મને કલંકરૂપ સ્વામીનારાયણ સંપ્રદાયના હજારો વિવાદથી ઘેરાયેલ ગઢડામાં દાદા ખાચરના છઠ્ઠી પેઢીના વંશજ અને સૌના આદરપાત્ર અગ્રણી હરેશભાઈ ખાચરના આંગણે સામાજિક પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૧૦૦૦ કાઠી દરબારો મહેમાન બન્યા હતા. આ અવસરે દેશ અને વિશ્વને જળક્રાંતિ, ગીર-ઠાંકરેજ ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકળતિક કળષિ દિવ્યગ્રામ યોજના અને ભારતીય સંસ્કળતિનો પાંચમો વેદ ‘ગોવેદ' મહાગ્રંથ આપનાર મનસુખભાઈ સુવાગીયાના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી. પ્રોફેસર મહાવીરભાઈ ખાચરે મહેમાનોને મનસુખભાઈનો પરિચય કરાવ્યા બાદ મનમુખભાઈ સુવાભીબાએ ચાર વેદ, રામાયણ, ગીતાના ઉદાહરણો સાથે જણાવ્યું હતુ કે, ઈશ્વર એક છે. અજન્મા છે. નિરાકાર છે. કર્મફળનો ન્યાયકર્તા છે. તેનું જગતને સૌથમ દર્શન વેદશાષાોએ કરાવ્યું છે. વેદશાષાોની ઉપાસક સનાતન સંસ્કળતિ અનંતકાળ વિશ્વની સૌથી ધનવાન-જ્ઞાનવાન-માનવવાદી સભ્ય સંસ્કળતિ હતી. જેનો વિસ્તાર રામગ્ર એશિયાખંડ, ઈજિમ, શેમ અને યુરોપ સુધી હતો. આવી મહાન સંસ્કળતિના પતનનું કારણ વર્ણવ્યવસ્થા, જ્ઞાતિવાદ, ઊંચ- નિચ -આભડછેટ અને ભેદજ્ઞાન, કર્તવ્યધર્મ, શૌર્ય, દિવ્ય દાંપત્ય, પ્રેમ અને રાષ્ટ્રધર્મથી વિમુખ કરનારા બૌધ જેવા વૈરાગ્યવાદી સંપ્રદાયો છે. વિશ્વના અનેક દેશો ઇસ્લામી જેહાદ સામે છ માસથી ૪૦ વર્ષમાં નાશ પામ્યા. ત્યારે વિદેશી-વિધર્મીઓ સામે ૧૦૦૦ વર્ષ લડીને ભારત દેશ, સનાતન સંસ્કળતિ ટકયો તેનો પ્રેરણાસ્ત્રોત ચાર વેદ, રામાયણ, ભગવદ્ ગીતાનો રાષ્ટ્રધર્મ છે. શિવજી, વિષ્ણુ, દૈવી શક્તિના હાથમાં શષા અને શ્રીરામ-શ્રીકળષ્ણએ લડેલ ધર્મ યુદ્ધ છે. ત્યારે વર્તમાન સમયમાં ગાંડા બાવળની જેમ જેમ ફૂટી નિકળેલા વ્યક્તિ પુજક-વંશપુજક, મહા પાખંડી, વ્યભિચારી, શોષણખોર સંપ્રદાયો પ્રજાને કર્તવ્ય, ધર્મ, શૌર્ય સંસાર, રાષ્ટ્રધર્મથી વિમુખ કરીને સંસ્કળતિ અને રાષ્ટ્રનું પતન કરી રહ્યા છે. જાતે જ પોતાને ભગવાન ગણાવનારા સંપ્રદાય-મઠ-આશ્રમ સ્થાપકો ભગવાન તો શું સાચા સાધુ પણ નથી. આ પાખંડી સંપ્રદાયોએ લોકોને પ્રકળતિરક્ષા, ગરીબો-વંચિતોનું કલ્યાણ અને રાષ્ટ્રસેવામાં દાન આપવાના બદલે અબજોની સંપત્તિ ભેગી કરીને પ્રજાદ્રોહ અને દેશદ્રોહનું કામ કર્યું છે. પણ જો સનાતન ધર્મ હશે, તો જ આપણો પરિવાર, જ્ઞાતિ અને રાષ્ટ્ર હશે. ત્યારે ધર્મ અને રાષ્ટ્રના ચોથા સ્ટેજના કેન્સર રૂપ આવા તમામ સંપ્રદાયો-પાખંડી ગુરુઓથી છુટીને તેમજ જ્ઞાતિ-જાતિ, ઊંચ-નીચ, આભડ છેટથી છુટીને વેદ-ગીતા, રામાયણ ઉપાસક, પરમ સનાતની, રાષ્ટ્રભક્ત અને પ્રકળતિ રક્ષક બનવા મનસુખભાઈ સુવાગીયાએ સૌને અપીલ કરી હતી. આ અપીલને વધાવીને ૧૦૦૦ કાઠી આગેવાનોએ પાખંડથી મુક્ત થઈને સનાતના ધર્મરક્ષાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો. ઉપસ્થિત અનેક વિદ્વાનોએ આ સંકલ્પને સનાતન સંસ્કળતિનો નવો સૂર્યોદય ગણાવ્યો છે. જળક્રાંતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને ઈતિહાસવિદ્દ રામકુભાઈ ખાચરે ભગવાનનું અપમાન કરનારાઓની આ તકે જાટકણી કાઢી હતી. તેમજ સનાતન ધર્મરક્ષાની સમગ્ર કાઠી સમાજને અપીલ કરી હતી. આ પ્રસંગે વ્યક્તિપુજક સંપ્રદાયનો ત્યાગ કરીને વેદ ઉપાસક બનેલા ભરતભાઈ ભૂવા-ઢોલરાનું ૧૦૦૦ કાઠી દરબારોની ઉપસ્થિતિમાં હરેશભાઈ ખાચર, રામકુભાઈ ખાચર, મનસુખભાઈ સુવાગીયાએ સનાતન ધર્મરક્ષા માટે તલવાર ભેટ આપી સન્માન કર્યું હતું. બાહ્ય અને આંતરિક દુશ્મનો સામે સનાતન ધર્મરક્ષાનો ધ્વજ ઉપાડનાર મનસુખભાઈ સુવાગીયાને સમગ્ર કાઠી સમાજે તન-મન-ધનથી સાથ આપવાની ખાત્રી આપી હતી. તેમ જળ ક્રાંતિ ટ્રસ્ટના ટ્રસ્ટી અશ્વિનભાઇ જીવાણી (મો.૯૯૭૯૮ ૬૪૫૦૩)ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૨)
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
