તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Saturday, 17th May 2025
ઓપરેશન સિંદૂર બાદ ઓખા મુખ્ય બજારથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
BJP ઓખા શહેર અને સ્થાનિક સંગઠનો દ્વારા આયોજન

(આલાપ ભરતભાઈ બારાઈ) ઓખા : દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાઓને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આજે ઓખા શહેરમાં કરવામાં આવ્યું. “ઓપરેશન સિંદૂર”ના વિજયના અવસરે BJP ઓખા શહેર એકમ અને સ્થાનિક સંગઠનોના સહયોગથી આયોજિત આ યાત્રા ઓખાના મુખ્ય બજારથી આરંભાઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારાઓ ગુંજતા રહ્યા અને શહેર રાષ્ટ્રપ્રેમમાં લીન થયું.
યાત્રામાં શહેરના યુવાનો, મહિલાઓ, વડીલો, વ્યાવસાયિકો તેમજ વિવિધ સમાજિક સંસ્થાઓનો ઉમળકો જોઈને દેશપ્રેમની જીવંત અનુભૂતિ થઈ. “વંદે માતરમ્”, “ભારત માતા કી જય”, અને “જય હિંદ”ના નારા ગુંજતા રહ્યા.
“આ તિરંગા યાત્રા માત્ર ઉજવણી નથી, પરંતુ દેશના શૂરવીરોના ત્યાગને યાદ કરીને યુવાનોમાં રાષ્ટ્રસેવા પ્રત્યેનું ભાવજાગરણ છે. ઓખાની ધરતી સદાય રાષ્ટ્રપ્રેમી રહી છે અને આજનું આયોજન એ જ ભાવનાને વધુ બળ આપવાનું કાર્ય કરે છે.”
આ યાત્રામાં સ્થાનિક શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ, વેપારી મંડળો, સામાજિક નેતાઓ તથા શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક સહભાગી લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ, શ્રદ્ધાસભર અને શ્રેષ્ઠ સંઘટન સાથે સંપન્ન થઈ.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
