<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

મોરબી જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ દમીયંતીબેન મહિલા સંગઠણને મજબુત બનાવવા કાર્યરત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા કોંગ્રેસના નવ નિયુક્ત મહિલા પ્રમુખ દમીયંતીબેન નિરંજની પ્રમુખ બન્યા બાદ ખુબ સક્રિય હોવાનું અને મોરબી જીલ્લામાં ખાસ કરીને મહિલા સંગઠનને વધુને વધુ મજબુત બનાવવા મહિલા હોદેદારો સાથે મિટિંગ યોજ્યા બાદ તાજેતરમાંજ તેમણે ટંકારા તાલુકાના કોંગી આગેવાનો સાથે મિટિંગ યોજી હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરી હતી. આ તકે દમીયંતીબેને આવનારા દિવસોમાં ટંકારા તાલુકામાં મહિલા હોદેદારો ni નિમણુંક કરવા સાથે વધુમાં vadhu મહિલા સભ્યો બનાવી એક મજબુત અને શસક્ત મહિલા સંગઠન તાલુકામાં સક્રિય બને, લોકોની વચ્ચે જઈ લોકોની સમસ્યાઓ જાણી તેને વાચા આપવાનું કામ કરે તે બાબતે પર ભાર મુક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા મહિલા પ્રમુખ દમીયંતીબેન સુશિક્ષિત હોવાની સાથે અન્ય સંસ્થાઓમાં પણ સેવાઓ આપી રહ્યા છે.


 

(12:59 AM IST)