News of Sunday, 18th May 2025
અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક શરૂ
કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 2300 જ્યારે નીચો ભાવ 600 :હાફૂસ કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 2100 જ્યારે નીચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો

અમરેલીઃ અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 2300 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 600 રૂપિયા બોલાયો છે. યાર્ડમાં હાફૂસ કેરીનો 20 કિલોનો ભાવ જોઇએ તો ઉંચો ભાવ 2100 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો છે.
અમરેલી માર્કેટ યાર્ડ દ્વારા જણાવ્યા અનુસાર આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 100 ક્વિન્ટલ કેસર કેરીની આવક થઇ છે. જ્યારે હાફૂસ કેરીના 10 ક્વિન્ટર આવક થઇ છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
