<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

દાંતાથી અંબાજી દર્શનાર્થે જતી કારને પાનસા પેટ્રોલ પંપ નજીક અકસ્માત: 4 લોકોને ઇજા

-અન્ય કાર ચાલકે ઓવર ટેક કર્યો હતો ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર હાઈવેથી 50 ફૂટ દૂર ખેતરમાં ત્રણ વખત પલટી ખાઈને ઊંધી વળી ગઈ

દાંતા તરફથી અંબાજી દર્શનાર્થે જતી કારને અકસ્માત નડ્યો  છે. પાન્છા પેટ્રોલ પંપ નજીક કાર પલટી મારીને ખેતરમાં દૂર દૂર સુધી પલટી ખાતા ઘૂસી ગઇ હતી. કારમાં 4 જેટલા લોકો સવાર હતા. તમામ ઇજાગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના અંબાજીથી દાંતા તરફ જતાં હાઈવે પર અકસ્માત થતા કાર 50 ફૂટ દૂર પલટી ખાઈ ઊંધી વળી ગઈ હતી.પાનસા પેટ્રોલ પંપ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે અન્ય કાર ચાલકે ઓવર ટેક કર્યો હતો, તે દરમિયાન આ કાર ચાલકે પોતાની કારના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

 

કાર હાઈવેથી 50 ફૂટ દૂર ખેતરમાં ત્રણ વખત પલટી ખાઈને ઊંધી વળી ગઈ હતી. જો કે કારમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં જાનહાની ટળી હતી. આ દુર્ઘટનામાં તમામને ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં એક બાળકને હળવી ઈજાઓ થઈ હતી. પાટણનો પરિવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

(5:23 PM IST)