<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

મોરબીમાં માતા રમાબાઈ આંબેડકર સમુહ લગ્ન સમિતિ દ્વારા પાંચમા સમૂહ લગ્ન યોજાયા.

મોરબીમાં માતા રમાબાઈ આંબેડકર સમુહ લગ્ન સમિતિ દ્વારા પાંચમા સમૂહ લગ્ન યોજાયા.  હતા આ દરમ્યાન નિતીનકુમાર ડોડીયાએ જણાવ્યું હતું કે, માતા રમાબાઈ આંબેડકર સમુહ લગ્ન સમિતિ દ્વારા આ પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ તેમના દ્વારા 4 સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં તેમના દ્વારા 60 થી 65 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે.

 તેઓએ વધુમાં જણાવ્યું કે, આ સેવાકીય પ્રવૃત્તિ આગળ પણ ચાલુ રાખવામાં આવશે. તેમજ જે મા-બાપ વિહોણી દીકરી હોય તેઓ પણ તે દીકરીના લગ્ન કરી શકે, તેમજ તેમને આર્થિક જરૂરિયાત ધરાવતા હોય તેમના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. આ સમુહ લગ્નની શરૂઆતમાં જ 11 જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

(5:19 PM IST)