News of Sunday, 18th May 2025
વિસાવદર શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે ઉદયસિંહ દાહીમાની નિયુક્તિ

વિસાવદર : જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ જે.અમિપરાએ શ્રી ઉદેશભાઈ ભાયાભાઈ દાહીમા-વિસાવદરને એક લેખિત નિમણુંક પત્રમાં જણાવ્યુ છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના આદરણીય પ્રમુખશ્રી શક્તિસિહજી ગોહિલ સાહેબની સુચનાથી આપશ્રીને વિસાવદર કોંગ્રેસ સમીતીના શહેર કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક આપવામાં આવે છે. જે બદલ હું આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરૂ છું. અને હાર્દિક શુભકામના પાઠવું છું. આપનો અમુલ્ય અને કિમતી સમય અને અથાક પરિશ્રમ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મલ્લીકાર્જુન ખડગેજી અને જી.પી.સી.સી.અધ્યક્ષશ્રી શક્તિસિહજી ગોહિલ સાહેબ તથા મોવડી મંડળના સંગઠનના પ્રયાસને સફળતા અપાવશો તેવી આશા રાખુ છું. તેમજ આપશ્રીને જીલ્લા કે પ્રદેશ સમીતી આયોજીત કોઇપણ કાર્યક્રમનો સોશિયલ મિડીયાના માધ્યમથી મેસેજ મળે તો તે કાર્યક્રમમાં હાજરી આપવાની જવાબદારી નિભાવશો તેમ પ્રમુખ, જીલ્લા કોંગ્રેસ સમીતી, જુનાગઢ દ્વારા જણાવાયુ છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
