News of Sunday, 18th May 2025
વિસાવદરમાં મુખ્યરોડનુ કામ પાંચ દિ' માં પુન: શરૂ ન થાય તો કોંગ્રેસ અગ્રણી મનહર દાફડા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ-આંદોલનના મંડાણ કરશે

વિસાવદર : કોંગ્રેસ અગ્રણી મનહરભાઈ માધાભાઈ દાફડા ઉર્ફે "ગુડ્ડુ"એ કલેકટર-જૂનાગઢને શહેરના નાગરિકોની સંયુક્ત સહિઓ સાથેનો એક પત્ર પાઠવી વિસાવદરમાં મુખ્ય રોડનું કામ તાત્કાલિક પુરુ કરવા માંગણી કરેલ છે.
દાફડાએ પત્રમાં જણાવ્યુ છે કે, વિસાવદર નગર પાલીકા દ્રારા મુખ્ય રોડનું કામ ચાલુ કરાયેલ. જે મુખ્ય રોડ ખોદીને ૨૦ થી ૨૫ દિવસથી કામ બંધ છે. મુખ્ય રોડ કનૈયા ચોકથી વિજળીધર સુધી છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી કામ બંધ છે. આ રોડ ઉપરના વેપારીઓના કામ ધંધાને વિપરીત અસર થયેલ છે. વિસાવદરથી સતાધાર જવા માટે મેઈન બજારનો એકજ રોડ છે.જેથી યાત્રીકો પણ હેરાન થાય છે. ચોમાસાના પ્રારંભના માત્ર ૧૫ થી ૨૦ દિવસ બાકી હોય તાત્કાલીક રોડનું કામ પુરુ કરવુ ખૂબ જ જરૂરી છે. જો આ રોડનુ કામ પાંચ દિવસમાં ચાલુ ન થાય તો અમોને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. જેની ખાસ નોંધ લેશો તેમ પણ દાફડાએ જણાવ્યુ છે.આ પત્રની નકલ પ્રાંત અધિકારી તથા વિસાવદર નગર પાલિકાને પણ મોકલવામાં આવી છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
