<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

મોરબીમાં દાતાઓના સહયોગથી બે સ્થળે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયા

બીપી, સુગર ટેસ્ટ પણ કરી આપવામાં આવ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : તારીખ ૧૬/૫/૨૫ ના ડો.હસ્તલેખા ( હસ્તી) બેન મહેતાના ૧૭૯ માં કેમ્પ નું આયોજન સૌજન્ય માતુશ્રી ચારૃમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યાશ્રી વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ખોખરા હનુમાન,હરિપરધામ, બેલા રોડ, ભરતનગર, મોરબી ખાતે કરવામાં આવ્યું.
કેમ્પમાં આવેલ દર્દી વજન કરી.ત્રણ દિવસ ની દવા આપેલ. જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ. સુરેશભાઈ કાલરીયા (આંખ વિભાગ સિવિલ) દ્વારા આંખ ની તપાસ તેમજ જયસુખ ભાઈ ભાલોડીયા દ્વારા સંધાના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.આ કેમ્પ ને સફળ બનાવવા મંદિર ના સ્ટાફે ખૂબ સરસ જહેમત ઉઠાવી તેમજ  શ્રી કનકેશ્વરી બેન સાથે પણ મુલાકાત થઈ ને તેમના આશીર્વાદ લીધા.કેમ્પ સહાયક રશિમનભાઈ દેસાઈ,શ્રીમતી નિશાબેન દેસાઈ સેવા આપી હતી
તેમજ ૧૮૦ મો કેમ્પ તા. ૧૭ ના રોજ રોઅર ક્રિકેટ એકેડમી લાલપર ખાતે યોજાયો હતો ડૉ. હસ્તલેખા (હસ્તી) બેન મહેતાના ૧૮૦ માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં આવતા સર્વે તાલીમાર્થી તેમજ તેમના પરિવારનું પણ હેલ્થ ચેક અપ કરીને ૧૫ વર્ષથી ઉપરના તમામ બાળકોને વડીલોનું બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરવામાં આવ્યું. આ કેમ્પમાં લગભગ ૧૨૦ થી વધુ લાભાર્થીની આંખનું સંપૂર્ણ ચેક અપ સુરેશભાઈ કાલરીયા (સિવિલ હોસ્પિટલ મોરબી) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. સદ્દાત અલીખાન,રાજકુમાર શર્માજી,પોતાની જમીન વિધાર્થીના સુંદર તાલીમ માટે આપનાર કિરીટભાઇ પ્રજાપતિ,અરવિંદસિંહ, મનદીપસિંહ તેમજ સમગ્ર ટીમે સરસ શિસ્તબધ્ધ કામગીરી કરી હતી. કેતનભાઈ મેહતા બીપી ચેક કરી આપેલ,તેમજ  જયસુખભાઈ ભાલોડીયા પણ સેવા આપેલ  આ કેમ્પ સહાયક રશિમનભાઈ દેસાઈ, શ્રીમતી નિશાબેન દેસાઈ કૌશિકાબેન રાવલે સેવા આપેલ.


 

(8:18 PM IST)