News of Monday, 19th May 2025
ગઢડામાં કમરના દુઃખાવાથી કંટાળીને યુવતીએ ગળાફાંસો ખાધો
પોલીસને થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાત અંગે તપાસ હાથ ધરી

ગઢડામાં એક 20 વર્ષિય યુવતીએ ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાત અંગે તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવતીને છેલ્લા ચારેક વર્ષથી કમરમાં દુઃખાવો હતો અને દવાથી તેને કોઈ ફેર નહોતો પડતો. જેથી તેણે સતત થતા દુઃખાવાથી કંટાળીને પોતાના ઘરે ગળા ફાંસો ખાધો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
