તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
મોરબી કોર્પોરેશનમાં ૧૫ દિ'માં ૮ અધિકારીના રાજીનામાં
કામના ભારણને કારણેઃ છ વર્ક આસિસ્ટન્ટ, બે આસિસ્ટન્ટ ઈજનેર અને ચાર કાયમી કર્મચારીઓએ નોકરી છોડી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૯: મોરબી શહેર ઉપરાંત આજુબાજુના ૧૨ ગામડાઓને મોરબીમાં સમાવી લઈ તા.૦૧-૦૧-૨૦૨૫ના નવા વર્ષના પ્રારંભે જ મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આવવામાં આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની નિમણુંક બાદ મોરબીને નમૂનેદાર શહેર બનાવવા માટે કાર્યવાહી શરૂ કરી ૭૮ કરાર આધારિત કર્મચારીઓ તેમજ નગરપાલિકાના જુના કર્મચારીઓની ટીમ સાથે હાલમાં રોજિંદી સફાઈ, પાણી વિતરણ, ગાર્બેજ કલેક્શન અને પ્રજજનોની અન્ય રૂટિન કામગીરી માટે ૧૧ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. મહાનગર પાલિકાના ઉદય સાથે જ કોર્પોરેશન માટે મુશ્કેલીઓ પણ આવી રહી છે જેમાં છેલ્લા ૧૫ દિવસમાં જ એક ડઝન કર્મચારીઓએ રાજીનામાં ધરી દીધા છે.
મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓએ સ્વૈચ્છીક નિવળત્તિ લેવા રાજીનામાં આપી દેવાની સાથે જ કોર્પોરેશને તાજેતરમા ભરતી કરેલા ૭૮ કર્મચારીઓ પૈકી દશાડિયા ભાવેશ, ચાવડા વિભૂતિ અને ખૂટ પાર્થ પરેશભાઈ નામના કરાર આધારિત વર્ક આસિસ્ટન્ટ દ્વારા રાજીનામાં ધરી દીધા છે. સાથે જ જય ભટ્ટ, દલવાણી સિકંદર અને નકુમ દર્શન નામના કરાર આધારિત વર્ક આસિસ્ટન્ટ નોકરી મળવા છતાં પણ ફરજ ઉપર હાજર થયા નથી. આ ઉપરાંત સાયટીકા જીલા અને સાગર તન્ના નામના આસિસ્ટન્ટ ઈજનેરે પણ રાજીનામુ ધરી દેતા મહાનગર પાલિકાની કામગીરીને અસર પડી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, પાછળ કામગીરીનું ભારણ જવાબદાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના તમામ વિસ્તારમાં લોકોને સ્થાનિકે જ સુવિધા મળી રહે અને મહાનગર પાલિકા સુધી ધક્કા ન ખાવા પડે તે માટે અલગ-અલગ ૧૧ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે જેમાં વર્ક આસિસ્ટન્ટથી લઈ અન્ય કર્મચારીઓની ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાજીનામાં આપી દેનાર ત્રણ વર્ક આસિસ્ટન્ટ પણ ક્લસ્ટરના મુખ્ય જવાબદાર કર્મચારીઓ હોય આ રાજીનામાં બાદ મહાનગર પાલિકાની કામગીરીને અસર પડવાની શકયતા જોવાઈ રહી છે.
રાજીનામાં આપી દેનાર કરાર આધારિત કર્મચારીઓ નીચે મુજબ છેઃ ૧. દશાડિયા ભાવેશ (વર્ક આસિસ્ટન્ટ) ૨. ચાવડા વિભૂતિ (વર્ક આસિસ્ટન્ટ) ૩. ખૂટ પાર્થ પરેશભાઈ (વર્ક આસિસ્ટન્ટ) ૪. જય ભટ્ટ (વર્ક આસિસ્ટન્ટ) ૫. દલવાણી સિકંદર (વર્ક આસિસ્ટન્ટ) ૬. નકુમ દર્શન (વર્ક આસિસ્ટન્ટ) ૭. સાયટીકા જીલા (આસિસ્ટન્ટ ઈજનેર) ૮.પર તન્ના નામના (આસિસ્ટન્ટ ઈજનેર)
સ્વૈચ્છીક નિવળત્તિ લેનાર કર્મચારીઓઃ ૧.નિરંજન ભટ્ટ ૨.સંજયસિંહ રાઠોડ ૩.લાખુભા ઝાલા ૪.જે.કે. સોલંકી છે. (રર.૪)
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
