તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ઉપલેટામાં ધારાસભ્ય સહિતના આગેવાનો સંતો મહંતો તિરંગા યાત્રામાં જોડાયા

ઉપલેટાઃ બસ સ્ટેન્ડ ચોક થી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ની આગેવાની નીચે એક વિશાળ તિરંગા યાત્રા ભારત માતાકી જય ના બુલંદ નારા સાથે નીકળી હતી જેમાં હિંદુ મુશલીમ સહિત સાધુ સંતો જુદી જુદી ધાર્મિક સામાજિક સેવાકીય સંસ્થાઓ ના આગેવાનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા જેમા જિલ્લા ભાજપના નરશીભાઈ મુંગલપરા રવિભાઈ માકડીયા, જયેશભાઈ ત્રિવેદી, ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા ન.પા. પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપ પ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, કારોબારી ચેરમેન મિતલબેન સુવા, બાંધકામ ના ચેરમેન મનોજભાઈ નંદાણીયા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે), પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, મયુરભાઈ સુવા, રમણીકભાઈ લાડાણી, સ્કુલ બોર્ડ ના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, એનિમલ હોસ્ટેલના પ્રમુખ પીયુષભાઈ માકડીયા, વિનુભાઈ ચંદ્રવાડીયા, હનીફભાઈ કોડી, ન.પા.ના સદસ્યો મહેશભાઇ સુવા, અજય જાગાણી, વિક્રમસિંહ સોલંકી, રઘુભા સરવૈયા, ભાવેશ સુવા, જીજ્ઞનેશભાઈ વ્યાસ સહિત હાજર રહ્યા હતા.(તસ્વીરઃ જગદીશ રાઠોડ)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
