<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ગાંગડીયો નદી પર ચાલતી જળસંચયની કામગીરી નિહાળવા ૧૩ દેશના એમ્‍બેસેડર તથા હાઇ કમિશનર પહોંચ્‍યા

ધોળકિયા ફાઉન્‍ડેશન અને રાજ્‍ય સરકારના સંયુક્‍ત ઉપક્રમે કામગીરી

લીલીયા, તા.૧૯: લાઠીના હરસૂરપુર દેવળીયાથી તાલુકાના ક્રાંકચ સુધી ૫૪ કિલોમીટર વિસ્‍તારમાં ગાગડીયો નદી ડી ઉતારવી અને પહોળી કરવાની કામગીરી ધોળકિયા ફાઉન્‍ડેશન અને રાજ્‍ય સરકારના સંયુક્‍ત ઉપક્રમે ચાલી રહી છે. તેને નિહાળવા જુદા જુદા ૧૩ દેશના એમ્‍બેસેડર અને હાઈ કમિશનર અમરેલી એરપોર્ટ ખાતે પહોંચી ક્રાકચ જવા રવાના થયા હતા. ક્રાંકચ ગાંગડીયો નદીના પૂલ પાસે થી ગાગડીયો નદી કામગીરી નિહાળતા ભોરીંગડા, ટીબડી, કુતાણા સનાળીયા, અંટાળીયા ભેસાણ, સાજનટીંબા, લુવારીયા અકાળાથી દૂધાળા હેતની હવેલી તથા ભારતમાતા સરોવરની મુલાકાત લીધી હતી. આ તકે  સેશેલ્‍સ, આર્જેન્‍ટીના, કયુબા, ઉરુગ્‍વે, અલસાલ્‍વાડોર, પનામા, વેનેજુલા, તાંઝાનિયા , પેરૂ અંગોલા સહિતના દેશોના એમ્‍બેસેડર અને હાઈ કમિશનર ઉપસ્‍થિત રહ્યા તથા જળસંચયની કામગીરી જોઈ પ્રભાવિત થયા હતા. આ તકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા, બ્રિજેશભાઈ ધોળકીયા, પિન્‍ટુભાઈ ધોળકીયા, નીતિનભાઈ સાવલિયા, કનકભાઈ પટેલ સાથે જોડાયા હતા અને જળસંચયની કામગીરીની માહિતી આપી હતી. તેમ મનોજ જોષીના અખબારી યાદીમાં જણાવેલ છે

(11:22 AM IST)