News of Monday, 19th May 2025
જામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા યોજાયેલા રકતદાન યજ્ઞમાં રપર નાગરિકોએ કર્યુ રકતદાન
રાજયના પૂર્વ મંત્રી સ્વ.બાબુભાઈ લાલની પૂણ્યતિથિના દિવસે વર્ષોથી યોજાતા માનવ સેવાના યજ્ઞમાં આ વખતે પણ પ્રજાના પ્રતિનિધીઓ, રાજકિય અગ્રણીઓ, વેપાર - ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો, સામાજીક અગ્રણીઓ, ધારાશાસ્ત્રીઓ વિગેરેની ઉપસ્થિતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯ : જામનગર શહેરના પ્રતિષ્ઠિત પરિવારના ટ્રસ્ટો શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ.હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પૂણ્યતિથી પ્રસંગે પરંપરાગત રીતે વર્ષોથી રકતદાન યજ્ઞની માનવ સેવા પ્રવૃતિ નિયમીત રીતે કરવામાં આવે છે.
આ વર્ષે ગત ગુરૂવારે શહેરમાં પંચેશ્વર ટાવર પાસે મોદી લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયેલ રકતદાન યજ્ઞમાં રપર નાગરિકોએ માનવ સેવાના યજ્ઞમાં સહભાગી બનીને રકતદાન કર્યું હતું. જો કે એ પછી પણ અનેક રકતદાતાઓ આવ્યા હતાં પરંતુ સમય મર્યાદાના કારણે તેઓની ઈચ્છા પુરી નહીં કરી શકવા બદલ આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે દિલગીરી વ્યકત કરી આભાર માન્યો હતો.
આ રકતદાન યજ્ઞમાં શહેરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા તથા આયોજક સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, જામનગર શહેર ભાજપ અઘ્યક્ષા બીનાબેન કોઠારી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મનપા શાસક પક્ષ નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના મેનેજીંગ ડિરેકટર ધરમશીભાઈ ચનીયારા, ડાયરેકટરો પ્રવિણસિંહ ઝાલા, જીવણભાઈ કુંભરવડીયા, જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી (સાબુવાળા), ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી પાર્થભાઈ પંડયા, વેપારી અગ્રણીઓ રમણીકભાઈ અકબરી, કિરીટભાઈ મહેતા, વજુભાઈ પાબારી, ભરતભાઈ મોદી (ભાટીયા), તુલસીભાઈ ગજેરા, વિજયભાઈ શેઠ, સુધીરભાઈ વછરાજાની, શહેર ભાજપ પૂર્વ અઘ્યક્ષ અશોકભાઈ નંદા, પૂર્વ મેયર સનતભાઈ મહેતા, ક્ષત્રિય અગ્રણી નવલસિંહ જાડેજા (ફગાસ), કસ્ટમ અધિક્ષક (નિવૃત) રાજુભાઈ રાયઠઠ્ઠા, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, નોબત દૈનિકના દર્શકભાઈ માધવાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, પ્રચાર-પ્રસાર મંત્રી પાર્થભાઈ સુખપરિયા અને વિનુભાઈ સોમૈયા, ભરતભાઈ મોટાણી, નિતીનભાઈ ગણાત્રા, મિતેશભાઈ પંચમતિયા, ભરતભાઈ દવે, કાનભાઈ આંબલીયા અને દિલીપભાઈ આહીરના હસ્તે દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.
શહેરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરતી સાથે સામાજીક - શૈક્ષણિક અને પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્યશીલ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન આયોજીત આ માનવ સેવાના કાર્યમાં શહેરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જીલ્લા સરકારી વકિલ જમનભાઈ ભંડેરી, ગોવા શિપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા,મનપાના વિપક્ષી નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ રાજકિય અગ્રણીઓ શહેર ભાજપ મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, ન.પ્રા.શિ.સમિતીના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, ડીસ્ટ્રીકટ બેન્કના ડાયરેકટર મેરગભાઈ ચાવડા, શહેર ભાજપના પૂર્વ અઘ્યક્ષો નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી અને ઈન્ડીયન રેડકોર્સ સોસાયટી જામનગરના ચેરમેન ડો.અવિનાશભાઈ ભટ્ટ, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ડો.મધુભાઈ ગોંડલીયા, ઉપરાંત વેપારી સંસ્થાઓ અને સામાજીક શહેરની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ધી સિડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ મહેતા, લહેરીભાઈ રાયઠઠા, લોહાણા મહાજનના હોદ્યેદારો મનોજભાઈ અમલાણી, અનીલભાઈ ગોકાણી, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, રમેશભાઈ રૂપારેલ, અને સમસ્ત હાલાર લોહાણા મહાજનના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ(ઓખા), આર.એસ.એસ.ના ગિરીશભાઈ બુઘ્ધદેવ, વ્રજલાલ પાઠક, તથા વેપારી અગ્રણીઓ ધીરૂભાઈ કારીયા, શ્રેણીકભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, ધીરૂભાઈ પણસારા, અજયભાઈ સ્વાદીયા, ઓમપ્રકાશ દુદાણી, દિનેશભાઈ મારફતીયા, ભીખુભાઈ મોરઝરીયા અને કડીયા સમાજના પ્રમુખ નવીનભાઈ લાખાણી વગેરે પણ માનદસેવાના યજ્ઞમાં સાક્ષી બન્યા હતા.
આ ઉપરાંત પત્રકારો તારીક ફારૂક ખાન (પપ્પુ ખાન), ડોલરભાઈ રાવલ, જયેશભાઈ રૂપારેલીયા, વિજયસિંહ ચૌહાણ, રવિભાઈ બુઘ્ધદેવ, જયદિપભાઈ પુરોહીત, સંજયભાઈ આઈ. જાની, પી.ડી.ત્રિવેદી, હિરેનભાઈ ત્રિવેદી અને પારસભાઈ સાહોલીયા, જગતભાઈ રાવલ, સંજયભાઈ એમ. જાની, નિરવભાઈ માધવાણી અને કિશોરભાઈ રાજાણી, પાર્થ નથવાણી, રમેશભાઈ કટારમલ તેમજ શહેરના જુદા જુદા વોર્ડના કોર્પોરેટરો કેશુભાઈ માડમ, ધર્મરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, હકાભાઈ ઝાલા, સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, પ્રભાબેન ગોરેચા, કુસુમબેન પંડયા, અમીતાબેન બંધીયા, તૃપ્તીબેન ખેતીયા, અલ્તાફભાઈ ખફી, અસલમભાઈ ખીલજી તેમજ પૂર્વ કોર્પોરેટરો મનસુખભાઈ ખાણધર, જયેશભાઈ લખીયર, આકાશભાઈ બારડ, રીટાબેન ઝીઝુંવાડીયા, આનંદભાઈ ગોહીલ, યુસુફભાઈ ખફી, સહારાબેન મકવાણા, અકબર ખફી, ક્રિષ્નાબેન દવે, નટુભાઈ રાઠોડ, જવાહરભાઈ કેશરીયા તેમજ બાબુભાઈ ચાવડા, વિશાલભાઈ ત્યાગી, કે.જી.કનખરા, જીતુભાઈ ચોવટીયા, મનદિપસિંહ જાડેજા, ભુરાભાઈ ખફી, એ.ટી.અતરવાલા, તોસીફખાન પઠાણ, મહિપાલસિંહ જાડેજા, ઈકબાલ ખફી (ઈકાભાઈ), મહમદ ઈકબાલ, ઝાકીરભાઈ પટણી, હાજી હુશેન ખફી અને વકીલો ભરતભાઈ ગોંદીયા, હેમલભાઈ ચોટાઈ, રાજેશભાઈ ગોસાઈ, ચાંદનીબેન પોપટ, આરીફભાઈ ગોદર, અબ્દુલભાઈ શમા સાથે જામનગર શહેર ભાજપના જુદા જુદા વોર્ડના પ્રમુખો અકબરભાઈ કકકલ, નરેનભાઈ ગઢવી, નરેશભાઈ ધવલ, બ્રિજેશભાઈ વોરા, દિનેશભાઈ ચૌહાણ, મોહિતભાઈ મંગે તેમજ પૂર્વ વોર્ડ પ્રમુખો પ્રજ્ઞેશભાઈ ભટ્ટ,વિજયસિંહ ગોહીલ,દિપકભાઈ વાછાણી,દિપકસિંધ ચૌહાણ,ભાવેશભાઈ કોઠારી, રાજુભાઈ નાનાણી,વેલજીભાઈ નકુમ, રઉફભાઈ ગઢકાઈ, મુકેશભાઈ વસોયા, જયેશભાઈ ઢોલરીયા, ધનજીભાઈ કછેટીયા, દીલીપભાઈ જોઈશર તથા લાલ પરિવારના શુભેચ્છકો અને મિત્રો દિપકભાઈ લાલ, વિનુભાઈ પાબારી, એડવોકેટ સંજયદાન ગઢવી, ભરતભાઈ લાલ, અમીતભાઈ કારીયા (બીલ્ડર), અજયસિંહ ચુડાસમા, મનીષભાઈ ઠાકર, અશોકભાઈ વડેરા, અમીતભાઈ વોરા, અજયભાઈ કોઠારી, જીગરભાઈ માડમ, દિનેશભાઈ ઠાકુર, રાજુભાઈ સોની, જયપાલસિંહ ઝાલા, બળુભા જાડેજા, વિજયભાઈ રાજયગુરૂ, રાજુભાઈ વ્યાસ (મહાદેવ), જસ્મીનભાઈ ધોળકીયા, હાતીમભાઈ ગાંધી, દિનેશભાઈ તન્ના, ધનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ આશર, ચંદ્રેશભાઈ કામદાર, સૌરભભાઈ વોરા, રાજુભાઈ ભરવાડ, કપીલભાઈ ચંદ્રાવડીયા, ડો.હિતેશભાઈ જોશી, સહદેવસિંહ ચુડાસમા, અમીષભાઈ શાહ, મુબારકભાઈ મંધરા ઉપરાંત જામનગર જીલ્લા સહકારી બેંકના અલ્પેશભાઈ મોલીયા, નિકુલસિંહ જાડેજા, આનંદભાઈ ડાંગર, શહેરની જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સૌરભભાઈ બદીયાણી તથા સદસ્યો અને રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના માધવ સુખપરિયા તથા સદસ્યો તેમજ શહેરના રાજકિય કાર્યકરો દિનેશભાઈ રબારી, બીમલભાઈ સોનછાત્રા, ભૌમીકભાઈ છાપીયા, નગીનભાઈ ખીરસરીયા, દર્શનભાઈ ત્રિવેદી, અનવરભાઈ સંધાર, વિશાલભાઈ લાખાણી, દેવેનભાઈ જોશી, ભરતભાઈ પરમાર, ચીનાભાઈ ચોટાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, પારસભાઈ ભોજવાણી, ચંદુભાઈ ઢાપા, જીતુભાઈ મકવાણા, ભરતભાઈ ભટ્ટી, ભદ્રેશભાઈ ચંદારાણા, અશ્વીનભાઈ રાયઠઠા, હરીશભાઈ નંદા, નિશાંતભાઈ અગારા, સંજયભાઈ દાઉદીયા, ગુલાબસિંહ જાડેજા, રવિરાજસિંહ જેઠવા, રાજદિપસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, અજયભાઈ વાધેલા, પ્રવિણભાઈ કબીરા, જીવાભાઈ વાધેલા, મધુભાઈ વાળા, હરીશભાઈ ચૌહાણ, મહેશભાઈ ચૌહાણ, અતુલભાઈ પ્રજાપતિ, સીદી ઈકબાલભાઈ કોન્ટ્રાકટર, કમલેશભાઈ તન્ના, રજાકભાઈ ગવલી, રાજુભાઈ વાકાણી, ચેતનભાઈ અનડકટ વિગેરે ઉપસ્થિત રહયા હતાં.
આ રકતદાન યજ્ઞ શહેરની જી.જી.જી.હોસ્પિટલના સહકારથી યોજાયો હતો જેને સફળ બનાવવા માટે લાલ પરિવારના બન્ને ટ્રસ્ટના કાર્યકરો અજય કોટેચા, વિરાજ કાનાબાર, શનિ પરમાર, જીતુભાઈ નથવાણી, પરિમલ ચૌહાણ, હર્ષ આશર, મીત પટેલ, ચંદ્રેશભાઈ મહેતા, અકરમ સુમરા, અખ્તર મીયાવા, રાજુભાઈ પોપટ, કવન તન્ના, રાજુભાઈ ચંદારાણા, વિવેક નેપાળી વગેરેએ જહેમત ઉઠાવી હતી
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
