તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકોને અકળાવતો ધોમધખતો તાપ

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી પડતા ધોમધખતા તાપથી લોકો અકળાઇ રહ્યા છે. મહતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડી જતા અસહ્ય ગરમી પડી રહી છે. અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
વહેલી સવારે અને મોડી રાત્રીના પવનની વધુ અસર અનુભાઇ રહી છે. જો કે તેમ છતાં ગરમી અને બફારો અનુભવાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ૦ c, મહતમ તાપમાન -૩૭૦ c - ભેજનું પ્રમાણ -૭૪% પવનની ગીત -૧ર.૬ કિ.મી. રહી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
