<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : જામનગરના લાભાર્થીઓ માટે અગત્યની સૂચના

જામનગર : જિલ્લાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. મે મહિનામાં આ યોજના અંતર્ગત મે અને જૂન મહિના એમ બે મહિનાનું અનાજ એક સાથે વાજબી ભાવની દુકાનો પરથી વિતરિત કરવામાં આવશે.
જે રેશનકાર્ડ ધારકોનું હજુ સુધી ઈ-કેવાયસી (e-KYC) કરવાનું બાકી છે, તેઓને તારીખ ૩૦/૦૫/૨૦૨૫ સુધીમાં તે પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તેઓ મે અને જૂન મહિનાનું અનાજ મેળવી શકે.

 

(6:04 PM IST)