તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ગુલાબનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓએ લીધી બાલાજી વેફર્સની મુલાકાત : ઔદ્યોગિક કાર્યોથી થયા માહિતગાર
કોપા ટ્રેડના ૩૨ તાલીમાર્થીઓએ રાજકોટ ખાતે ઉત્પાદન અને કોમ્પ્યુટર આધારિત કામગીરીની મેળવી પ્રત્યક્ષ જાણકારી

જામનગર: રોજગાર અને તાલીમ ખાતા હેઠળ કાર્યરત સરકારી આઈ.ટી.આઈ. ગુલાબનગર દ્વારા કોપા (કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ) ટ્રેડના ૩૨ તાલીમાર્થીઓ માટે એક ઇન્ડસ્ટ્રીઝ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૧૦ પાસ તાલીમાર્થીઓએ રાજકોટ ખાતે આવેલી પ્રસિદ્ધ બાલાજી વેફર્સની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયા અને કોમ્પ્યુટર દ્વારા થતા વિવિધ કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓને બાલાજી વેફર્સના વિવિધ વહીવટી વિભાગોની કામગીરી તેમજ વેફર્સના ઉત્પાદન અને તેના પેકિંગની પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કંપનીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કયા કયા કાર્યો કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે તેની પણ વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ ઇન્ડસ્ટ્રીઝ વિઝીટનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓને તેમના અભ્યાસક્રમને અનુરૂપ વાસ્તવિક ઔદ્યોગિક વાતાવરણનો અનુભવ કરાવવાનો હતો, જેથી તેઓ ભવિષ્યમાં ઉદ્યોગમાં કામ કરવા માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે.
આ સમગ્ર પ્રવાસનું આયોજન અને સંચાલન સંસ્થાના આચાર્ય વી.કે. ગાગિયા તેમજ એમ.પી. જાદવ, ડી.એમ. મકવાણા અને સી.સી. નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર, આ પ્રકારની ઔદ્યોગિક મુલાકાતો તાલીમાર્થીઓના વ્યાવહારિક જ્ઞાનમાં વધારો કરે છે અને તેમને ઉદ્યોગની કાર્યપદ્ધતિને સમજવામાં મદદરૂપ થાય છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
