News of Wednesday, 21st May 2025
સેલ્ફી અને રેકોડિં વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા સાથે વારંવાર દુષ્કમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧ : સામાન્ય પરિચય બાદ સોશ્યલ મીડિયામાં અન્ય વ્યકિતઓ સાથે નજદીકી ફોટાઓ પડાવવા કે અંગત વાતો સાથેની ચેટ કરવી જોખમરૃપ બની શકે છે. આ અંગેના અનેક કિસ્સાઓ ચર્ચામાં આવી ચૂક્યા હોવા છતાંયે બેધ્યાન રહેવું ભારે પડે છે. કચ્છના અંજારમાં રહેતી પરિણીત યુવતીએ પોતાના સેલ્ફી સાથેના ફોટા અને રેર્કોડિંગ વાયરલ કરવાની ધમકી આપી ઉમેદ હુસેન ખાબકેલી નામના શખ્સ સામે વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાવી છે. ચાર મહિના દરમ્યાન આરોપી શખ્સ દ્વારા સોશ્યલ મીડિયામાં બ્લેકમેઇલિંગની ધમકીથી બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
