News of Wednesday, 21st May 2025
કલ્યાણપુરના બાંકોડી ગામના ખેડૂત રાજશીભાઇનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા. ૨૧: જામનગરના કલ્યાણપુર તાબેના બાંકોડી ગામે રહેતાં રાજશીભાઇ અરજણભાઇ બૈડીયાવદરા (ઉ.વ.૪૪) નામના ખેડુતે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાંહતાં. સંતાનમાં એક પુત્ર છે. બિમારીથી કંટાળીને પગલુ ભરી લીધાનું સગા સ્વજનોએ કહ્યું હતું. રાજકોટ એ-ડિવીઝન પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
