<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સરધારના હલેન્‍ડા પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં આજીડેમ ચોકડીના ધીરૂભાઇનું મોત

રાજકોટ તા. ૨૧: સરધારના હલેન્‍ડા પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં ચાલક રાજકોટના આધેડનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી નજીક રહેતાં ધીરૂભાઇ રામજીભાઇ સાપરા (ઉ.વ.૪૫) ગઇકાલે જસદણના કોઠી ગામે બાઇક હંકારીને કામ માટે ગયા હતાં. ત્‍યાંથી પરત રાજકોટ ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે હલેન્‍ડા ડુંગરપુર પાસે પહોંચ્‍યા તે વખતે બાઇક સ્‍લીપ થઇ જતાં ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત ન નીવડતાં મોત થયું હતું. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:04 PM IST)